પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!


લીધું, બધા દરબારીયો હસી પડ્યા અને બાદશાહે પણ મહા મહેનતે પોતાનું હસવું દબાવ્યું એટલે બધા ચુપ થઈ ગયા.

બીરબલના બોલવાથી બીજા બધાને આનંદ પડ્યો પણ પંડિતજી તો મુંગાજ બેસી રહ્યા. તેમના કપાળ ઉપર કરચલીયો પડતી જોઈ બધાયે જાણ્યું કે પંડિતરાજ કોઈક નવીન કલ્પનામાં જ રોકાયા છે. બાદશાહે પણ એમજ ધારી પૂછ્યું “પંડીતજી ! શું ફયઝીની કવિત્વ શક્તિથી તમે નાખુશ થયા છો?”

પંડિતજીએ કહ્યું “નામદાર ! અમે બ્રાહ્મણ એટલે કોઈનું એઠું અંગિકાર ન કરીયે.”

જગન્નાથની આ નવી વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા કે ફયઝીએ આવી શીઘ્ર કવિતા બનાવી એ એંઠી શી રીતે થઈ? પણ કોઈથી એનો ભાવાર્થ સમજી ન શકાયો. આખરે જગન્નાથ પંડિતે સ્મિત હાસ્ય કરી કહ્યું “નામદાર ! આ કવિતા ફયઝીએ કોઇક વેળા પોતાની પત્નીને માટે બનાવી હશે તે આજે આપને ભેટ કરવા લાવેલ છે. એટલે એ એંઠી નહીં તો શું કહેવાય?”

સૌએ ધાર્યું કે પંડિતરાજે વળી કાંઈ નવોજ અર્થ ઘડી કાઢ્યો છે, તેથી બધા એ અર્થ શો છે તે જાણવા ઉત્સુક બન્યા. એટલે ધીમે રહીને પંડિતજી બોલ્યા “જહાંપનાહ! એનો અર્થ એમ થાય છે કે:- આ સ્ત્રીની એક કટાક્ષ એવી છે કે જેમાંથી સેંકડો તલવારો નીકળી પડે છે અને ચાલી જાય છે એટલે કે ત્યાં ઉભેલાના કાળજાને વીધીં નાખે છે. તેમજ એને જોતાં લક્ષ્મી કે જે અતિ સ્વરૂપવાન છે, તે પણ પોતાની સુંદરતાનું અભિમાન મૂકી