પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
બીરબલ વિનોદ.


દઈ પોતાને એ (સ્ત્રી)ની આગળ કદરૂપી ગણીને જડ થઇ જાય છે. આવી જેના કટાક્ષમાં ખૂબી છે તે જો બોલે તો પછી તેની વાણીની તે વાતજ શી કહેવી?!! ફયઝી કેવા સરસ શૃંગારી છે એ તોઆ કવિતા ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય છે, માટે એણે પોતાની સ્ત્રી માટે બનાવેલી કવિતા આપને લાવી ભેટ કરે એને તે એંઠી કહેવાય નહીં?”

બધા આ અર્થ સાંભળી ખુશ થયા. અને આ નવી કલ્પના ઉભી કરી તેથી પંડિતની અપૂર્વ બુદ્ધિ જણાઈ આવી અને ચારે તરફથી પંડિતને આનંદના ઉદ્‌ગારોથી વધાવી લેવામાં આવ્યા. પણ હવે ફયઝી શો જવાબ આપે છે તે જાણવા બધા આતુર બન્યા. ફયઝી પણ રસાલંકારમાં પ્રવીણ હતો, તે બોલ્યો “પંડિતરાજ ! મારી કવિતાનો રહસ્ય શૃંગાર ભાવ તમે પ્રકટ કર્યો તેથી હું તમારો મોટો ઉપકાર માનું છું. પણ આપ કદાચ એ નહીં જાણતા હો કે અમે અમાસ પેદા કરનાર (પરમેશ્વર) ને મા’શૂક (પ્રિયા) રૂપેજ ભજીયે છીયે.”

ફયઝીએ આપેલા જવાબથી બાદશાહ બહુજ ખુશ થયો, છતાં પણ પંડિતે જે કલ્પના ઉભી કરી હતી તેને એણે વખાણી. લગાર વધુ ગમ્મત કરવાને ઈરાદે તેણે બીરબલ સ્હામે જોઈ કહ્યું “આ કવિતાનો ત્રીજો અર્થ શો થાય છે તે કોઈ કહી શકશે?”

બીરબલની ચતુરાઈ જોવાનો આ ખરેખરો સમય હતો. તે લગાર ગભરાયો, પણ તેનો ગભરાટ કોઈ કળી શકે એમ ન હતું. એકાદ પળ પછી તેને કાંઈ યાદ આવી જતાં આનંદ થયો. થોડીવાર સુધી આસપાસ જોયા પછી