પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!


એણે હાથ જોડી કહ્યું આલમ પનાહ ! આપની આજ્ઞા હોય તો ત્રીજો અર્થ હું કહી સંભળાવું.”

બાદશાહે કહ્યું “ઘણી ખુશીથી. કહે જોઈએ?”

બીરબલ બોલ્યો “નામદાર ! સાંભળો. આપ ખરેખર પંડિતોના અને વિદ્વાનોના કદરદાન છો, આપે આ પંડિત જગન્નાથજીની જે સ્તુતિ કરી તે અવશ્ય યથાર્થ જ છે, કારણકે એ કવિતામાં પણ એમના બુદ્ધિચાતુર્યનો જ ચમત્કાર રહેલો છે. ચલત ચમકત શમશીર સત્ ” સત એટલે સાચું. સાચું એટલે શાસ્ત્રીય કઠિન વચન, તેની અંદર તલવારની પેઠે ચમકતી ચાલે છે (એવી તેની બુદ્ધિ) તેને કોઈ પણ ઠેકાણે કઠિનતા નડતી નથી. કઠિનતાની સાથે કોમળતા અને મૃદુતાનો સમાવેશ થયેલો હોય છે. તે આ પ્રમાણે “જલજા અજર હો જાત” એની સંધી તોડતાં આ પ્રમાણે થાય છે “ જલજ અજર હો જાત જલજ એટલે કમળ, તે અજર કહેતાં અમર થઈ જાય છે અર્થૉત તેની કોમળતા કદિપણ જતી નથી. “એસી જીનકી સૈન ઈક” એવી બુદ્ધિરૂપી જે સરસ્વતીની એક માત્ર નજર છે તો “કહા બૅનકી (બીનકી) બાત” તો પછી વીણા લઈને ગાવા બેસે ત્યારે તેની કેમળતાની શી વાત કરવી ?

બીરબલનો આ ખુલાસો સ્હેજ લંબાણ ભરેલો હતો, છતાં બધાએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. સૌ કોઈયે તેની વિચિત્ર કલ્પનાશક્તિ માટે તેને શાબાશી આપી અને “ વાહવાહ” ના પોકારોથી તેને વધાવી લીધો. બાદશાહ પણ બહુ જ આનંદ પામ્યો. પંડિત જગન્નાથે પણ એ કલ્પના વિશેષ ઉત્તમ હોવાનું કબુલ કર્યું. બાદશાહે એજ વખતે ભારે