પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
બીરબલ વિનોદ.


શિરપાવ મંગાવીને બીરબલને આપ્યો અને શીવદાસને બદલે બીરબલ નામ પાડ્યું અને દરરોજ દરબારમાં આવવાની પરવાનગી બક્ષી. બીરબલની સમસ્યા તો અધુરી જ રહી જેથી તે બીજા દિવસ માટે બાદશાહે મુલ્તવી રાખી અને દરબાર બરખાસ્ત થયો.

બીરબલ પોતાને ઉતારે ગયો, પણ આજે તે કીમતી સર૫ાવથી સજ્જ થઈને આવ્યો હતો એટલે એવી રીતે ધર્મશાળામાં રહેવું તેને યોગ્ય ન જણાયું. તેણે પોતાના લાયકનું એક મકાન રાત પડતાં પહેલાં ભાડે રાખી લીધું અને તેમાં જઈ રહ્યો

બાદશાહ દરબારમાંથી ઉઠી જનાનખાનામાં ગયો અને આજે સલીમની માતાના મહેલમાં જવાની ઈચ્છા થતાં ત્યાં જ પાધરો ગયો રાણીને બાદશાહના આગમની ખબર થતાં જ તે ફુલનો થાળ ભરી સ્હામે આવી અને બાદશાહને પુષ્પોથી વધાવી રંગમહેલમાં લઈ ગઈ. બાદશાહ એક આસન ઉપર જઈ બેઠો અને રાણી પણ એક રત્નજડિત બાજોઠ ઉપર બાદશાહની પાસે બેઠી. તરતજ ચાંદરણા જેવા મુખડાવાળી દાસીઓએ મીઠાઈના થાળ લાવી હાજર કર્યા. બાદશાહે મનપસંદ ચીજોને તેમાંથી ખાધી. આજે દરબારમાં ઘણો જ આનંદ મળેલો હોવાથી બાદશાહ ખુશમિઝાજમાં હતો. ખાતાં ખાતાં તેણે નવા આવેલા કવિના વખાણ કરવા માંડ્યા અને દરબારમાં બનેલો સર્વ બનાવ કહી સંભળાવ્યો. તેમજ બીરબલે આપેલા ત્રણ ચરણ સંભળાવી તેણે કહ્યું આ કવિતાનું ચોથું ચરણ મારા દરબારમાંથી કોઈ પણ પૂર્ણ કરશે એવી મારી ખાત્રી છે, પણ મારી રસિક રાણી-