પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
બીરબલ વિનોદ.

નહીં? જુઓ સાંભળો: -

અહોરાત્ર જાગૃત ખડે મમ રક્ષક મહા શક્ત;
યોં કેહ સુખે સૂવે સદા, બાળક માતા સક્ત.

અર્થાત બાળક પોતાની માતાને સૌથી બળવાન માને છે, એતો પોતાને થતું દુ:ખ પોતાની માતાને દૂર કરશે જાણી ચિંતા રાખતું નથી. મારૂં રક્ષણ કરનાર અહોરાત્રિ મારે માટે જાગે છે જાણી તે નિરાંતે ઉંઘે છે. મુજ અબળાની બુદ્ધિ અનુસાર મેં આ સમશ્યા પૂર્ણ કરી છે.”

બાદશાહ આ ચોથું ચરણ સાંભળી ખરેખર ખુશ થયો. તેણે કહ્યું “મારા દરબારનો કોઈ પણ માણસ આવું સરસ ચરણ બનાવી શકનાર નથી. સમશ્યા તો પૂર્ણ થઈ એમાં તો ના નથી. કદિ બીરબલને સરસ્વતી દેવીએ આપેલી કવિતાનું ચોથું ચરણ એ નહીં હોય તો પણ અડચણ નથી. હું આ ચરણને સૌથી સરસ ચરણ ગણું છું.'

બીરબલની આ નવી સમશ્યાવાળી કવિતાથી બાદશાહના મનમાં વધારે આતુરતા વધી. રાણીએ તો તે સમશ્યા પૂર્ણ કીધી પણ દરબારીયો શું કહેશે તે જાણવા તે બહુજ ઉત્સુક બન્યો. રાત પણ તેને મન બેવડી લાંબી થઈ પડી. બીજે દિવસે દરબાર ભરાયો. બાદશાહ આવી તખ્ત ઉપર બેઠો એટલે સૌ દરબારીયોએ એક પછી એક આવી સલામ બજાવી પોતાની બેઠક લીધી. અગત્યનું કાર્ય પતાવી દઈ બીરબલ આવ્યો છે કે નહીં એ જોવા બાદશાહે નજર ફેરવી. બીરબલ નવો આવેલ હોવાથી તેને કોઈ અધિકાર મળ્યોન્યો ન હતો. એતો એક ખૂણામાં બેઠો હતો. બાદશાહે તેને જોતાં જ પોતાની પાસે બોલાવ્યો.