પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
ફરિયાદ ! ફરિયાદ ! ફરિયાદ !

બીરબલે આવી તાઝીમથી સલામ કરી. બાદશાહે કહ્યું, “બીરબલ! તારી કવિતાના ત્રણ ચરણ કહી સંભળાવ.”

બીરબલે તે ચરણ કહી સંભળાવ્યા એટલે બાદશાહે કહ્યું “હવે આ કવિતાને કોઈ પુર્ણ કરો. ”

સૌ કોઈ એક બીજાનું મોઢું જોવા લાગ્યા, આખરે એક “હાજીયો” ઉભો થઈને બોલી ઉઠ્યો “લ્યોને, એનું ચોથું ચરણ તો મેં બનાવીએ નાખ્યું. “ અકબરશાહ અબજક્ત” કેમ બીરબલ ! એજ ને ? હાલ આખું જગત્ નિરાંતે ઊંઘે છે, કેમકે જહાંપનાહ જેવા બળવાન અને સાવધ બાદશાહ તેમની ઉપર રાજ્ય કરે છે. કહો, આપ નામદારનો એવો પ્રતાપ નથી ?”

તેનું ખુશામદથી પરિપૂર્ણ બોલવું શાહને પસંદ ન પડયું. રાણીએ કહેલું ચરણજ તેના મનમાં રમી રહયું હતું, છતાં એ ખંધા દરબારીના બોલવા ઉપર તેણે ચલાવેલી યુક્તિ માટે બાદશાહના મનમાં હસવું આવી ગયું. કેમકે તેણે બધાને ચુપ કરી દીધા હતા. બાદશાહનો એવો પ્રતાપ નથી, એમ કોણ કહી શકે એમ હતું ? જે જે લોકોએ મનમાં ચરણ ગોઠવી રાખ્યા હતા તેઓ પણ એથી ગભરાટમાં પડયા. બાદશાહ એ ગભરાટને પામી જઈ બોલ્યો “કેમ બીરબલ ! તારી સરસ્વતી પણ આ દરબારીની પેઠે મારી તારી ખુશામદ જ શીખી છે કે ?”

બીરબલ પ્રત્યુત્તર આપે એટલામાં તો પેલો હાજીયો બોલી ઉઠયો “આપકી તો એસીહી ખૂબી હે.” એમ કહીને તેણે વધારે મર્મમાં ઉથળો માર્યો. બીરબલ ગભરાયો, પેલા દરબારીયાએ તો મોકાણ માંડી એમ તેને લાગ્યું, પણ