પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
બીરબલ વિનોદ.

આવે સમયે તેણે જગન્નાથ પંડિતની મદદ લેવાનું ઉચિત્ ધાર્યું, તેણે પંડિતજી સ્હામે ઈશારો કરી બાદશાહને કહ્યું "નામદાર ! આપ જેવા કદરદાન બાદશાહ અને જગન્નાથજી જેવા પંડીતરાજ જ્યાં હોય ત્યાં મારા જેવાએ બોલવું વાજબી ન ગણાય. પણ સરસ્વતીનું કહેલું ચરણ એ નથી જ."

પંડિતરાજે જોયું કે આ વખતે બીરબલની મદદે આવ્યા વગર છૂટકો નથી, તેમ વળી બીરબલ પણ પંડીત રાજને ઘેર જઈ પોતાની આધીનતા તેમને એવી તો બતાવી આવ્યો હતો કે તેમણે તેને સ્હાય કરવાની મનથી કબુલાત આપી હતી. આ પ્રસંગે તેમણે બીરબલની તરફદારી કરવાનો લાગ જોઈ કહ્યું “ જહાંપનાહ ! બીરબલનું કથન સત્ય છે. આવું અર્થરહિત બોલતાં એને (દરબારીને) તો શરમ ન આવી, પણ એના દોષ બતાવી આપનારે પોતે જ શરમાવું ઘટે છે.”

પંડિતરાજના આ શબ્દો સાંભળી બધા ચમક્યા. એમણે તો બાદશાહનો એ પ્રતાપ નથી એમ કહેવાની હામ ભીડી. એથી ચરણ પુરું કરનાર હાજીયાએ ઉછળીને પૂછયું “પરંતુ, હું શું ખોટું છે તે તો કહો ?”

પંડિતજી બેલ્યા “નામવર બાદશાહ જો રજા આપે તો હું કહેવાને તૈયાર છું.” બાદશાહે રજા આપવાથી જગન્નાથજી બોલ્યા “પૃથ્વિપતિ! આ હાજીયો તે શું કહેનાર હતો. પણ આખી પૃથ્વિ આપના પ્રતાપથી વાકેફ છે અને આપના રાજ્યમાં આપની સર્વ પ્રકારે સુખી છે એ જાણે છે. પણ આ અર્થ અહીં બંધ બેસ્તો નથી.