પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
ફરિયાની ફરિયાદ ફરિયાદ!

જો આ કવિતા પ્રજાને લગતી હોય અને આપણે કદાચ એમ ગણીએ તે “મમ રક્ષક"ને ઠેકાણે “અમ રક્ષક" જોઈએ.

આ સાંભળી હાજીયો તો ચુપ જ થઈ ગયો, તેનાથી પાછો એક શબ્દ પણ ન બોલાયો. બીજી થોડીક ટપાટપી પછી બાદશાહે આસપાસ જોતાં માનસિંહ ઉપર નજર પડી એટલે તેની તરફ જઈ બાદશાહે કહ્યું “કેમ રાજા સાહેબ! આપ એ કવિતા પૂર્ણ કરી શકશો ?”

ઉપર મુજબની વાત થતી હતી તેટલામાં કેટલાકને મનમાં ગોઠવણી કરવાનો અવકાશ મળ્યો હતો, માનસિંહે પણ તે અવકાશનો લાભ લીધો હતો એટલે ઝટ બોલી ઉઠયો “ નામદાર!બાદશાહ બડબખ્ત બધાતો એમજ સમજ્યા કે “હે ભાગ્યશાળી બાદશાહ.” આમ કહીને તે આગળ બોલવા જાય છે પણ તેમ તે ન થયું એટલે સૌને ખાત્રી થઈ કે એણે કવિતાનું ચરણ મેળવ્યું. પરંતુ બાદશાહને એ ચરણ ન રૂચ્યું, તેણે કહ્યું “રાજા સાહેબ! એ આપના જેવા વિશ્વાસુ સરદારોનું વર્ણન છે. એ કાંઈ રાજનીતિ બાબતમાં સાફ ન ગણાય. જોઈયે બીજો કોણ્ બનાવી શકે છે?”

એટલે અબુલ ફઝલે કહ્યું “ આલમપનાહ! આવા વિદ્વાનોમાં મારા જેવા મુસાફરનો શો ભાર ? પણ્ આપની આજ્ઞા છે તો હું બોલવા યત્ન કરું છું. મને તો લાગે છે કે અહીં બાદશાહ બદબખ્ત જોઈયે, પછી તે આપની ઈચ્છા."

અબુલ ફઝલે આ પ્રમાણે એક અક્ષરનો ફેર કરતાં બધો અર્થ ફેરવી નાંખ્યો તેથી તેના શબ્દ ચાતુર્યથી બધા