પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
બીરબલ વિનોદ.

ખુશ થયા, પણ માનસિંહને તે પસંદ ન પડયું. તેણે જરા મોઢું બાગાડી કહ્યું “મારા શબ્દોમાં ઉત્તમ રાજની- તિનો સમાવેશ થયેલો છે. જો કોઇથી એનો અર્થ ન સમજાતો હોય તો હું સમજાવવા તૈયાર છું.”

બાદશાહ જાણી ગયો કે માનસિંહને ખોટું લાગ્યું છે અને તેનું મન દુખાચું છે, તેથી કઈ રીતે એનું સ- માધાન કરવું. એમ ધારીને બાદશાહે કહ્યું “રાજા સાહેબ! આપ શા માટે એટલી બધી તસદી લો છો! આ દરબા- રમાંથી જ કોઈ આપના બોલવાનો ભાવાર્થ કહી સમજાવશે.”

બધા એક બીજા સ્હામું જોવા લાગ્યા, પણ બીરબલે આ પ્રસંગે પોતાના ચાતુર્યની પુરેપુરી પરિક્ષા આપી. તેણે હાથ જોડી કહ્યું “નામદાર ! આજ્ઞા આપે તો આ દાસ એનો અર્થ સમજાવે.” બાદશાહે રજા આપી એટલે તે બોલ્યો “નામદાર ! એક સમયે મહારાજા વિક્રમાદિત્ય અંધાર પછેડો ઓઢીને રાતને સમયે નગરચર્ચા જોવા પધાર્યા. અંધાર પછેડો ઓઢેલો છતાં પગનો લગાર અવાજ થતાં જ દરવાજા ઉપરના ચાકીદારે બુમ પાડી “કોણ છે? ” પણ તેને જવાબ ન આપતાં તેઓ આગળ વધ્યા અને બારે દરવાજે ફરી ચોકીદારોને સાવધ જોયા. એથી તેઓ બહુજ ખુશ થઈને બોલ્યા “ અહોરાત્ર જાગૃત ખડે, મમ રક્ષક મહા શક્ત” હજી તો છેલ્લા શબ્દો મહારાજાના મુખમાંથી નીકળ્યા ન હતા, એટલામાં તો તે શબ્દ અનુસાર ચોકીદારો તેમની ઉપર તુટી પડયા અને તેમને બાંધવાની તૈયારી કરવા લાગ્યા. એટલે પોતે રાજા છે એવું સુચવવાને માટે ફરીથી બોલ્યા “ અહોરાત્ર જાગૃત