પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
બીરબલ વિનોદ.


આવી રીતે છટકી જવા દે? આખરે થોડીવાર આનાકાની કર્યા પછી ટોડરમલ બોલ્યો “ આપની જ્યારે એવીજ ઈચ્છા છે કે, એ વિષે મારે પણ કાંઈક બોલવું તો જોઇયે જ. એટલે હું તો: –

બાલક ભૂ૫ સુભક્ત.

એ ચોથું ચરણ યોગ્ય ગણું છું. પછી તે સૌને જે યોગ્ય લાગે તે ખરુ.”

બાદશાહ તેનું આવું બંધ બેસતું ચરણ સાંભળી આનંદ પામીને બોલી ઉઠયો “ શાબાશ, રાજાજી! આપના શિવાય અન્ય કોણ આ સરવાળો બાંધે ? આપે તો અહીં બોલાયલા ચરણોને એકઠા જ કરી નાંખ્યા. હવે કોઈની તકરાર રહી નથી. કેમ બીરબલ ! તારી સરસ્વતીએ કહેલું ચરણ એ ખરું કે નહીં ?

બીરબલે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો “ ઝિલ્લે ઈલાહી ! જ્યાં આવા વિદ્વાન રત્નો હોય ત્યાં તો સરસ્વતી દેવી સદા સર્વદા હાજર જ હોય, તેથી તેમના બોલવાને મારાથી ખોટુ કેમ કહેવાય ? પણ મારી કવિતાના છેલ્લા ચરણમાં જરા ફેર છે. રાજાજીએ “બાળક” શબ્દ વાપર્યો છે ત્યાં મારી કવિતામાં “બાળકુ” શબ્દ છે.”

બાદશાહે પૂછયું “ ત્યારે શું એ બે શબ્દોમાં કાંઈ ફેર છે ?”

રાજાએ જવાબ આપે છે "જહાંપનાહ ! અર્થમાં તો ફેર નથી પણ “બાળકુ શબ્દ વધારે સારો દેખાય છે એથી મારા કરતાં કાંઈક વધારે રસિક લાગે છે.”

બીરબલે રાજાજીને પ્રણામ કરતાં કહ્યું “ રાજાજી !