પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!


આપ વિવેક કરો છો. (પછી બાદશાહ પ્રત્યે જોઇને) આલમપનાહ! મારું ચરણ દેવીકૃત છે તેથી એમાંથી કાંઈ વધારે ચમત્કાર દેખાવો જોઈયે. ”

બાદશાહે ચારે તરફ જોઈ કહ્યું “આ દરબારમાંથી કોઈ પણ એમાંનો ચમત્કાર બતાવી શકશે ? ”

ફયઝી શાઈર બોલ્યો “ જીહાં, જહાંપનાહ ! એમાં વધારે ચમત્કાર છે ખરો, અહીંયા બોલાયલી બધી કવિ- તાઓનો એમાં સમાવેશ થયેલો છે. "બાળકુ, ભૂપ,સુભક્ત” એને જો પદ તોડીને વાંચીયે તો:--

બાળ, કુપ, સુભક્ત.

એમ થાય છે. પહેલી રીતે બધાને પસંદ પડતો અર્થ થાય છે, જયારે બીજી રીતે થતો અર્થ ઘણાકને રૂચે તેમ નથી.”

બાદશાહ આ સાંભળી આનંદ પામી બોલી ઉઠયો "શુક્ર છે તે પરવર દિગારનો કે જેણે મારા દરબારમાં આવા અમૂલ્ય રત્નો લાવીને એકઠા કર્યા છે. વારુ, પંડિ- તરાજ ! આજે આટલા બધા ચરણો બોલાયા એમાં સૌથી વધારે રસિક કયું? તમે કાવ્ય-શાસ્ત્રી છો તેથી એ વાતનો નિર્ણય સારી રીતે કરી શકશો.”

પંડિતજી બોલ્યા “કૃપાનાથ! એમ તો સૌ ચરણો રસિક છે, છતાં સરસ્વતીકૃત તો બીરબલનુંજ ચરણ છે જેથી એજ વધુ રસિક કહી શકાય.

આદશાહ તરત જ સરપાવ મંગાવી બીરબલને આપ્યો અને તેને દરબારી તરીકે મુકરર કર્યો. તેમ જ કવિરાયનો ખિતાબ પણ આપ્યો. પોતાની ચતુરાઈથી બી- 46 --