લખાણ પર જાઓ

પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
બીરબલ વિનોદ.

રબલ બધાનો માનીતો થઈ પડ્યો અને ધીમેધીમે ઉંચી પાયરીએ ચઢતો ગયો.અને આખરે તે મુખ્ય મંત્રીને દરજ્જે આવી પહોંચ્યો. તેની અગાઉ નોકરીએ રહેલા તેના હાથ નીચે આવ્યા. સાથે જ “રાજા”નો ખિતાબ અને મોટી જાગીર પણ તેના ભાગે આવ્યાં.

આવી રીતે ગરીબ સ્થિતિમાં જન્મેલો બીરબલ પોતાના ચાતુર્યથી સૌથી મોટો દરજ્જો પ્રાપ્ત કરી શક્યો.

વાર્તા ૩

અક્કલથી ઈશ્વરને ઓળખવો.

અકબર બાદશાહના સમયમાં એક ચિત્રકાર ઘણોજ પ્રવીણ હતો.તે પ્રત્યેક ચિત્ર બનાવવાના પાંચ હઝાર રૂપીયા લેતો હતો.એક વેળા કોઈ દેવતા શાહુકારના રૂપમાં તે ચિત્રકાર પાસે આવ્યો અને કહેવા લાગ્યો 'જો તૂં મારું ચિત્ર મારી આકૃતિને બરાબર રીતે મળતું બનાવી આપે તો તને પચીસ હઝાર રૂપીયા હું આપીશ."

ચિત્રકારે તે વાતનો પ્રસન્નતા પૂર્વક સ્વિકાર કરી લીધો. થોડા દિવસ પછી એક ઉત્તમ ચિત્ર બનાવી ત શાહુકારે બતાવેલે ઠેકાણે લઈ ગયો. શાહુકારે પોતાની આકૃતિ સાથે ચિત્ર સરખાવતાં એક કાન વાંકુ જણાયું.બીચારા ચિત્રકારે બીજું ચિત્ર અધિક પરિશ્રમથી તૈયાર કર્યું અને શેઠ પાસે ગયો પરંતુ આ વખતે હાથોમાં વિષમતા જણાઇ.એવી જ રીતે જ્યારે જ્યારે તે ચિત્ર બનાવી લાવતો ત્યારે પેલો દેવતા કાંઈ ને કાંઈ દોષ સિધ્ધ કરી આપતો.અંતે બીચારો ચિત્રકાર થાક્યો, તેણે પોતાની અપકીર્તિ હોવાના ભયથી યમુનાના જળમાં ડૂબી મરવાનું ઉચિત્