પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
બીરબલ વિનોદ.

વાર્તા ૪.

તોરમાં મોર.

એક વખત બાદશાહ અને બીરબલ બન્ને જણ સાથે હવા ખાવા જતા હતા. બાદશાહે તૂવેરના ખેતરમાં મોરને પેસતો જોઈ કહ્યું, “ક્યોં બીરબલ ! તોરમેં મોર ઘુસત હે?” બીરબલે કહ્યું “જીહાં, તોર ફટત હે તબ મોર ઘુસત હૈ.” આ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.

વાર્તા ૫.

બે માસનો એક માસ

એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! આજથી અમે બે મહીનાનો એક મહીનો મુકરર કર્યો છે.” બીરબલે કહ્યું “જહાંપનાહ ! ત્યારે તો ઘણી જ મજાહ પડશે, કેમકે એક માસ સુધી ચાંદરણું રહેશે ? ! ” બાદશાહ આ જવાબથી ઘણોજ લજ્જિત થયો.

વાર્તા ૬.

બહાદુર છતાં બ્હીકણ.

એક દિવસ બાદશાહે બીરબલને કહ્યું “ બીરબલ ! નગરમાંથી કોઈ એવા માણસને લઈ આવો જે બહાદુર હોવા સાથે બ્હીકણ પણ હોય.” બીરબલે તરતજ શહેરમાં જઈ એક સ્ત્રીને લઈ આવી બાદશાહ આગળ હાજર કરી કહ્યું “જહાંપનાહ ! આ સ્ત્રી બહાદુર હોવા સાથે ડરપોક પણ છે.” બાદશાહે પૂછ્યું “એ કેવી રીતે ?” ત્યારે બીરબલે કહ્યું “અડધી રાત્રે, મૂસળધાર વરસાદ અને