પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
ગંગનું ચાતુર્ય.

ઘોર અધિકાર છતાં તદ્દન નિડર બની તલવારોના પહેરા વચ્ચે થઈ પોતાના પ્રાણ સુદ્ધાંની દરકાર રાખ્યા વગર પોતાના પ્રિયતમને જઈ ભેટે છે ત્યારે તેના જેવી વીરતા બીજ કોનામાં હોઈ શકે ? અને જ્યારે તે ઘરમાં હોય છે ત્યારે રાત્રિને સમયે ઉંદરના ખખડાટથી ડરી જઈ ધ્રુજી ઉઠે છે ત્યારે તેના જેવી કાયરતા પણ કોનામાં હોઈ શકે?” આ ચાતુર્ય જોઈ બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.

વાર્તા ૭.

ગંગનું ચાતુર્ય.

એક વેળાયે બાદશાહ પોતાની રાણીયો સાથે અંતઃપુરમાં બેસી રંગરાગની મોજ ઉડાવતો હતો. ત્યાં કોઈ બીજો પુરૂષ ન હતો, કેમકે બધી રાણીયોએ સલાહ કરીનેજ આ ખાસ મિજલસ ભરી હતી, તેમણે એવું વિચાર્યું હતું કે બાદશાહને મોહી લઈ એવો તો લટ્ટુ બનાવી દેવો કે રંગમહેલની બ્હાર જાય જ નહીં. એ દિવસની મિજલસમાં તેમનો વિચાર કેટલેક અંશે ફળિભુત થતો દેખાયો, બાદશાહ ધીમે ધીમે તેમની મોહનીમાં લલચાયો એટલે એક રાણીએ પોતાના કોકિલાને પણ લજાવે એવા કોમલ સ્વરે વિયોગનું પદ ગાયું, જે સાંભળી બાદશાહે થોડીવાર વિચાર કરી પૂછ્યું “આ પદ શા ઉપર છે? એનો ભાવાર્થ શો ?”

લાગ બરાબર મળ્યો જોઈ એક નવોઢા રાણી બોલી “જહાંપનાહ ! આપ દરવખત યુદ્ધમાં રોકાઈ રહી અમને ભૂલી જાઓ એ શું અમારે માટે દુઃખ નથી ? શું એમાં