પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
બીરબલ વિનોદ.


થાય છે અને સૂર્ય જ્યારે અસ્ત થાય છે તેની પણ એ ખબર ન હતી. એટલું છતાં રાણીયોને બે માણસોની બ્હીક હતી, એકતો દીવાન બીરબલ અને બીજો ગંગ કવિ. એઓ જાણતી હતી કે, એ બે જણને જો લગાર પણ ઈશારો મળ્યો તો પછી ભલે બાદશાહ આકાશમાં હોય કે પાતાળમાં હોય, તેઓ તેને શોધી કાઢશે; માટે ગમે તેમ કરીને પણ એ બે જણને તો ખબર પડવાજ ન દેવી. મહેલના અંદરના ભાગમાં દાસીઓ અને બ્હારના ભાગમાં ચોકીદારો ફરતા રાખ્યા હતા અને તેમને આજ્ઞા આપી હતી કે ‘જો કોઈપણ પારકો માણસ આવે તો તેને તરતજ ૫કડીને કેદ કરી દેવો.’

દરબારમાં બાદશાહના કેટલાક હુકમો વગર સહી થયે પડ્યા રહ્યા હતા. કેટલાંક કાર્યો બાદશાહની સલાહ વગર થાય તેમ ન હોવાથી રખડી પડ્યા. દેશપરદેશના એલચીઓ તખ્‌ત ખાલી જોઈ આશ્ચર્યચકિત્ થયા અને સાથેજ દિલ્હીમાં અંધેર કારભાર જોઈ રાજ ખટખટ ઉભી કરવાનો પણ તેમણે વિચાર કર્યો. આ ખબર દરબારીયોને થતાં તેમને ભારે ચિંતા થવા લાગી અને તે વિચાર અમલમાં પણ મૂકાતો જોઈ તેમને ભય ઉત્પન્ન થયો. એટલે હવે તો ગમે તે પ્રકારે બાદશાહને શોધી કાઢવાનો બીરબલે નિશ્ચય કર્યો. તેણે પોતાના ખાસ વિશ્વાસુ દરબારીયોની એક સભા બોલાવી કહ્યું “હવે રાજ્યનો નાશ થવામાં વિલંબ લાગવાનો નથી, બાદશાહના ગુમ થયાના સમાચાર થોડે ઘણે અંશે ફેલાવા પામ્યા છે. પરદેશી એલચીઓ રાજ્ય ખટપટ ઉભી કરવામાં રોકાયા છે એટલે જો શત્રુએ આક્રમણ કર્યું તો