પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
બીરબલ વિનોદ.

પાડી કહ્યું છે “કોઈ હાઝર છે? જે કોઈ હોય તેને પકડી એકદમ ગરદન મારો.”

પરંતુ બાદશાહે ગંગના શબ્દો બરાબર સાંભળ્યા હતા, તેણે ગંગનો સ્વર ઓળખ્યો ન હતો, પણ એ શબ્દોનો અર્થ સારી પેઠે કળી ગયો હતો.

જ્યાં પશુ પંખી પહોંચવાની હીંમત ન કરે ત્યાં મનુષ્ય પહોંચી જાય એ શરમ ઉપજાવનારું હતું એટલે ગંગ જીવ લઈને નાઠો, છતાં આખરે ચોકીદારો એ તેને પકડી પાડ્યો. એવી ચોરી ચુપકીથી બાગમાં પ્રવેશ કરનાર કોઈ ચોર લુંટારો નહીં, પરંતુ કવિ ગંગ હોવાનું સાબિત થતાં ચોકીદારોએ તેને ગરદન મારવાનું યોગ્ય ન ગણતાં કેદ કર્યો.

ગંગનું ગમે તે થાય પણ દરઆરીયોની આશા ફળીભુત થઈ, ક્રોધિત થયેલો બાદશાહ મહેલથી બ્હાર આવ્યો. રાણીઓએ તેને મહેલમાં જ રાખવા ઘણી ઘણી યુક્તિઓ ચલાવી, પરંતુ તેણે તે પ્રત્યે ધ્યાન ન આપ્યું, ઘોડા અને ગધેડાની ઉપમા તે બરાબર સમજી ગયો હતો. રાણીઓએ દરબારીયોને લાખો ગાળો આપી, પણ એથી શું વળે? બાદશાહ તો છટક્યો તે છટક્યોજ.”

સ્હવાર પડતાંજ બાદશાહના નામને ઢંઢેરો ફર્યો, જે સાંભળી પ્રજામાં આનંદ ફેલાયો, હરામખોર અધિકારીયોના મનમાં ધાસ્તી પેઠી. વખત થતાંજ દરબાર ભરાયો અને ક્રોધાયમાન ચહેરે બાદશાહ આવી રાજ્યાસન ઉપર બેઠો. થોડીવારમાં કવિ ગંગને રાતના જ પોષાકમાં મુશ્કેટાટ ત્યાં લાવવામાં આવ્યો. બધા તેને જોઈ વિસ્મય પામ્યા, કોઇએ તેને ન