પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
૪૯
ગંગનું ચાતુર્ય.


ઓળખ્યો. બાદશાહનો અતિશય ક્રોધ જોઈ બધા દરઆરીયો ગુપચુપ બેઠા હતા. બાદશાહે પણ ગંગને ન ઓળખતાં કહ્યું “આ તે કોઈ ભૂત પ્રેત છે કે મનુષ્ય છે?”

કવિ ગંગે તરતજ નમન કર્યું, પણ એથી પેલી લાંબી ટોપી જમીન પર પડી ગઈ અને તેનો ચહેરો ખુલ્લો થતાં સૌ કોઈએ તેને ગંગ તરીકે ઓળખી લીધો. આ તમાશો જોઈ બાદશાહે કહ્યું “ગંગ ! મારા ઝનાનખાના સુધી પહોંચવાની તેં કેમ હીંમત કીધી ? તું ખરેખર મોતની શિક્ષાને પાત્ર છે.”

બાદશાહના આ વચન સાંભળી પ્રથમ તો ગંગ મુંગોજ ઉભો રહ્યો, પણ જ્યારે જલ્લાદે ચકચકતી તલવાર મ્યાનમાંથી કાઢી ત્યારે તેના હૃદય ઉપર જાણે વિદ્યુત્‌નો આઘાત્ થયો. તેણે ચારે તરફ દરબારીયો સ્હામે જોવા માંડ્યું, પણ બાદશાહના અતિશય ક્રોધને કારણે સૌ કોઈ ચુપચાપ માથું નમાવી બેઠા હતા, એક શબ્દ પણ બોલવાની કોઈએ હીંમત કરી નહીં. ગંગ આતુર નેત્રે પોતાને અપાયલા વચન મુજબ કોણ હામ ભીડે છે એ જોવા લાગ્યો. આ નવો તમાશો જોઈ બાદશાહ બોલી ઉઠ્યો:– “ગંગ ! આ વળી શો ઢોંગ ચલાવ્યો છે? આ દરબાર છે એનું તને કાંઈ ભાન છે?”

ગંગે જોયું કે મોટી મોટી વાત કરી તેને છાપરે બેસાડનારા સૌ, જાણે તેને ઓળખતા જ ન હોય તેમ ગુપચુપ બેઠા છે એટલે તેણે વિચાર્યું કે હવે મોત તો આવી જ લાગ્યું છે માટે, આ બધાને બતાવી આપવું જોઈએ કે મિત્રને ફસાવવામાં કેવો સાર નીકળે છે. તે બોલ્યો “જહાંપનાહ! આ ગંગ કદિ પણ એવી મૂર્ખાઈ ન કરે, પરંતુ આજે તો