પૃષ્ઠ:Birbal Vinod.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦

જ્યારે બીરબલને બાદશાહ સન્મુખ રજુ કરવામાં આવ્યો ત્યારે બાદશાહે પ્રસન્ન થઈ તેને શાબાશી આપી તેમજ ઇનામ વગેરે આપી વિદાય કર્યો. જતી વેળા બીરબલને નાળું ઓળગવામાં વાર લાગી એટલે બાદશાહે તેને પાછો બોલાવી પૂછ્યું “હે છોકરા ! અહીં આવતી વખતે તો તું ઘણું જ સપાટાબંધ નાળું ઓળંગી ગયો હતો અને જતી વખતે કેમ વાર થઇ?”

બીરબલે બન્ને હાથ જોડી કહ્યું “ આવતી વખતે હું હલકો હતો, પરંતુ જતી વેળા આપની કૃપાને કારણે વજન વધી ગયું.”

બાદશાહે કહ્યું “આ છોકરો કેવળ બુદ્ધિમાન જ નથી બલ્કે વાતચીત કરવામાં પણ ચતુર છે.” અને 'બીરબલને પોતાની પાસે રાખી લીધો.

દંતકથા-(૪) કેટલાક કહે છે કે બીરબલ દિલ્હીના એક બ્રાહ્મણનો પુત્ર હતો. તેનું અસલ નામ સુપ્રનાથ હતું. એક દિવસ નિશાળેથી તે ઘેર આવતો હતો તે વેળા રાજમહેલમાં બાદશાહની આગળ એક બહુરૂપી (વેષ બદલનાર ) ખેલ કરતો હતો. એ ખેલ જોવા માટે અમીર ઉમરાવો, રાજા મહારાજાઓ, સરદારો તેમજ ધનિક પુરૂષોને આમંત્રણ અપાયાં હતાં. અન્ય નાગરીકોની પણ ઠઠ જામી હતી એટલે સુપ્રનાથ પણ તે તમાશો જોવા ઉભો રહી ગયો. બહુરૂપીએ તે વખતે બળદનો વેશ લીધો હતો તે એવો કે, જાણે ખરેખર બળદજ ન હોય?! કોઈ પણ પ્રકારની તેમાં ન્યૂનતા ન હતી. એ સ્વાંગ જોઈને લોકોએ ચારે તરફથી બહુરૂપીને ધન્યવાદ આપ્યા, બાદશાહ તો એટલો બધો પ્રસન્ન થયો કે પોતે ઓઢેલી ઝર્રીન શાલ અને શેલું બક્ષીસ આપી દીધું. સુપ્રનાથે આ તમાશો જોઇ વિચાર્યું કે બાદશાહે તો કાંઈ પણ પરિક્ષા કર્યા વગર ઈનામ આપી દીધું, પણ મારે તો એની પરિક્ષા કરી જોવી કે એનામાં બળદનાં લક્ષણો છે કે નહીં. એ વિચાર આવતાં સુપ્રનાથે એક નાની કાંકરી લઈને પેલા બળદના વાંસા ઉપર મારી, તે લાગતાં