પૃષ્ઠ:Birbal Vinod.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
બીરબલ વિનોદ.

બીરબલે હાથ જોડી અરજ કરી “હઝૂર આપનો ચાકર અને બજારમાંથી ચૂનો ખરીદે એ અસંભવિત જેવું હોવાથી મેં અનુમાન કર્યું કે એ ચાકર પાન ખવરાવવા માટે નિયત હોવો જોઈએ અને તેણે આપ નામદારને પાનમાં વધારે ચૂનો ખવરાવી દેવાથી આપે તેને શિક્ષા આપવા એ ચૂનો મંગાવેલો હોવો જોઈએ. જો એ ચૂનો એને પાવામાં આવે તો તે મરી જાય એટલા માટે મ્હેં પહેલાં પાશેર ધી પીધા પછી આપની હઝૂર હાઝર થવા જણાવ્યું અને જો આપ નામદાર તેને પેલો ચૂનો પી જવાનો હુકમ કરો તો તે બાદ પણ પાશેર ઘી પીતાં એનો જીવ ઉગરી જાય, એમ ધારીને એ સલાહ આપી હતી.”

બીરબલની ચતુરાઈ જોઈ બાદશાહ ઘણોજ ખુશ થયો. અને તેને પોતાનો દરબારી બનાવ્યો.

વાર્તા ૯.

વંતાકનું શાક

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ વંતાકનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે!!” બીરબલે ઉત્તર આપ્યો "હુઝૂર ! એ કારણથી જ તો સૌ કોઈ તેને ખાય છે.”

ત્યાર પછી કેટલેક દિવસે અકબરે વંતાકની નિંદા કરી એટલે બીરબલે કહ્યું “ જહાંપનાહ ! એના જેવી ખરાબ વસ્તુ એક પણ નથી. એનું શાક વાયુકારક હોય છે.”

આ સાંભળી બાદશાહ બોલ્યો “બીરબલ ! તું બહુજ