પૃષ્ઠ:Birbal Vinod.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
બીરબલ વિનોદ.

વિચારમાં પડી ગયા અને જ્યારે કોઈ ઉત્તર ન આપી શક્યું ત્યારે બીરબલે ઉભા થઈ કહ્યું “જહાંપનાહ ! એના અર્થનું મ્હેં એક કવિત જોડ્યું છે તે ઉપરથી એનો સાર સમજી શકાશે. સાંભળો:–

એક સમય જલ આનન ઘરસે,
નિકસી અબલા બ્રજકી રાની,
જાત સંકોચમેં ડોલ ભરન,
જલ ખેંચતથી અંગીયા મસકાની;
દેખ સભી છતીયાં ઉઘરી,
કવિ સત્ય કહે મન લલચાની;
હાથ બિના પછિ તાત રહોં,
યેહ કારણ ડોલમેં હાલત પાની.

બાદશાહ એ કવિત સાંભળી સહર્ષ બોલી ઉઠ્યો “શાબાશ, બીરબલ ! શાબાશ, તને જેટલું આપું એટલું ઓછું જ છે.” એમ કહી એક કીમતી શાલ અને મંદીલ તેમ બેટ આપ્યાં.

વાર્તા ૧૭.

એક ગુરૂના બે ચેલા.

બીરબલ અને ગંગ એક ગુરૂને ત્યાં ભણ્યા હતા. ન્હાનપણમાંથી જ તેઓ એક બીજાના મિત્ર હતા, પરંતુ જ્યારે જુદા પડ્યા અને પોતપોતાનું પેટ પાળવાનો વખત આવ્યો ત્યારે એ બન્નેના મિલાપમાં વિક્ષેપ પડ્યો. પણ જ્યારે બીરબલ પ્રધાનપદ ઉપર નીમાયો ત્યારે કવિ ગંગ તેને આવી મળ્યા. પોતાની જુની મિત્રતા યાદ કરી ગંગે એક દોહરો બીરબલને મોકલ્યો અને સાથે પોતાના