પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રેમાનંદ

જેમ નદીમાં ભાગીરથી, તેમ શ્યામામાં શ્રેષ્ઠ સર્વથી;
ત્રન લોકમાં જોડી નથી, જાણે સાગરથી કાઢી મથી. દમયંતી૦
ઇંદ્રાદિક પરણવા ફરે, મહીલા મનમાં નવ ધરે;
અશ્વિની કુમાર આગળ પળે, તે ન આવે આંખ્ય જ તલે. દમયંતી૦
જ્યારથી એ પુતળું અવતરિયું, નારી માત્રનું માન ઉતરિયું.
દમ્યું જગત સ્વરૂપ ઉદે કરિયું, માટે દમયંતી નામા ધરિયું. દમયંતી૦
જોગી થઇ તજ્યું હશે સર્વસ્ત, તીર્થા નાહ્યો હશે સમસ્ત;
ગાલ્યાં હશે હીમાળે અસ્ત, તે ગ્રસશે દમયંતીનો હસ્ત. દમયંતી૦
વખાણ સાંભલિને સબળ, રૂધિર અટવાયું પળ પળ;
નારદ પ્રત્યે બોલ્યો નળ, સ્વમી પરનવાની કહો કળ. દમયંતી૦
નારદ કહે મારું કહેણ ન લાગે, હું નવ જાઊં તારે માગે;
મને મોહના બાણ વાગે, બ્રહ્મચર્યવ્રત મારું ભાંગે. દમયંતી૦
એવું કહી પામ્યા અતરધાન, મોહ પામ્યો નલ રાજાન;
લાગ્યું દમયંતીનું ધ્યાન, કામજ્વર થયો વહ્નિ સમાન. દમયંતી૦
વૈદ મોટા મોટા આવે, વગડાની ઔષધિ લાવે;
તાપ કોઇયે ન શમાવે, મંત્રી કહે શું થાશે હાવે. દમયંતી૦

વલણ

હવે શું થાશે કહે મંત્રી, વિચારે છે મન રે;
નીલાં વસ્ત્ર પહેરી અશ્વે બેશી, નળ રાય ચાલ્યો વનરે. .

કડવું ૬ ઠ્ઠુ – રાગ વસંત.

અનંગ અનળ તે નળને પ્રગટ્યો, વન ગયો વહ્નિ સમાવા;
હયે બેઠો ચિંતામાં પેટો, લાગ્યો આકુળ યાકુળ થાવા. અનંગ. ટેક.
નીલાં વસ્ત્રને નીલો વાઘો, મૃગયાનો શણગાર;
અઘોરા વનમાંરાયે દીઠું, માનસરોવર સાર.
સુભટ સાથે કોય મળે નહિ, એકલો ના પડે ગમ્ય;
હયથકો હેઠો ઉતરીને, વના જોવા લાગ્યો રમ્ય.
વૃક્સ વારુ ચારોળીનાં, ચંદના ચંપા અનંક;
નાનાવિધના પુષ્પને ભારે,વળિ રહ્યાં છે વંક.
મોગરો મરડાઈ રહ્યો ને, મગી અરણી ને મરેઠી;
આંબલિ આવળ ને અગથિયા,એખરા ને અરેઠી.