પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
નળાખ્યાન

વળતો હંસ કહે મહારાજ, હું સરખું કાંઇ સોંપો કાજ;
મહા કઠણ જે કારજ હશે., તે હું સેવકથી સર્વે થશે.
નળ કહે તમો કરો સર્વથી, પન મહારી જીભ ઉપડતી નથી;
કપરું કામ કેમ દેવાય, કદાપિ થાય કે નવ થાય.
ન થાય તો તમો પામો ખેદ, લાજે ઘેર નાવો વાયક વેદ;
હંસ કહે અમથો નવ વળું, હું ફીસાવાનું નોહું પૂતળું.
ચૌદ લોકમાં ગયાની ગત્ય, તાહારું કારજ થશે સઅત્ય;
નળ કહે હો પંખીજંન, શરીર સુનાનું ચંચ રતંન.
એહેવી તમારી દીસે દેહ, કાંહાથી વર માન્યાભાઈ એહ;
હંસા ભણે સાંભળ હો નળ, સરોવરમાં છે સોનાનાં કમળ.
નિત્ય ભોજન કરવું તેહ, જેવું જમવું તેવી દેહ;
પાળ પગથીએ જડ્યાં રતંન, ચંચ ધસુંઅમો પંખીજંન.
તેહેની વળગે છે રેખાય, માટે રત્નજડિત ચંચાય;
હવે માં પૂછશો આડી વાત, કામ શૂં ચે કોહોની ભ્રાત.
નળ કહે એક વિદર્ભ દેશ, કુંદનપુર ભીમક નરેશ;
તેહની દમયંતી દીકરી, કારણરૂપે તે અવતરી.

વલણ

કારણરૂપ તે અવતરી, વણ દીઠે મોહ થયો અમને;
તે નારીસુંવેહેવા મેળવો, એહવું માગું છૌં તમકને.

કડવું ૧૦ મું – રાગ રામગ્રી.

હસીને બોલ્યો વિહંગમા વાનીજી, ભ્રાત શું માગ્યું લજ્જા આણીજી.

ઢાળ

માગી માગીને શુરે માગ્યુ6, એક દમયંતી અનરી;
દેવકન્યા આની આપું તો, કવણ ભીમક કુમારી.
વિદ્યાધરી ને કિન્નરી, ગાંધ્રવી તે રૂપ્નિધાન;
તે નારીનાં રૂપ આગલ, દમયંતી મૂકે માન.
કોટી કન્યા પરણાવું, પદ્મની ગૈર ગાત્ર;
તેહેની કાંતિ આગળ દમયંતી, તે દીસે દાસી માત્ર.
અતળ વિતળ સુતળ તળાતલ, રસાતલ પાતાળ;
ત્યાં પેસી નાગકન્યા આની આપું, કોણ ભીમકની બાળ.