પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
પ્રેમાનંદ

તમે આવડો જીભે વરણ્યો, છે કુંઆરો કે પરણ્યો;
એવાં વચન્ને સાંભળી, ત્યારે હંસ બોલ્યો કળકળી.
નલ ચે કુંવારો નથી કન્યા, ચે બ્રહ્માનો મોટો અન્યા;
અમો કોટાનકોટ નારી નિરખી, ન મળે નળને પરણવા સરખી.
એકવાર બ્રહ્માએ શું કરીઉં, સકલ તેજ એક પાત્રમાં ભરીઉં;
તે તેજનો ઘડ્યો નળરાય, કાંઇએક રજ વાધી પાત્રમાંય.
તેની એક થપોલી હવી, આકાશે ઉપન્યો રવી;
વાહાણે સાંજે નળ બાહેર નીસરે, તજવંત વનમાં ફરે.
સૂરજ ઝાંખી કહાડે કોર, વાહાણું સાંજ તેને ટાહાડો પોહોર;
અદૃષ્ટ જ્યારે થાય રાજાન, નિશ્ચિંત ભાનુ તપે મધ્યાહ્ન.

વલણ

મધ્યાહ્ને નલ જાય મંદિરમાં, માટે સૂરજ તપે ઘણું;
હંસ કહે હો હરિવદની, શું વિખાણ કરું તે નળતણું.

કડવું ૧૨ મું – રાગ જેતશ્રી.

હંસ ભણે હો ભામની, બ્રહ્માંડ ત્રણ જોયાં સહી;
નળની તુલના મેળવું પન, મહીતળમાં તૂલના કો નહીં – તુલના૦
જુગમ રવિસુત રૂપ, આગળા જાય નાખી વાટ;
તંભીરતાએ વર્ણવું, પણ અર્ણવમં ખારાટ. – તુલના૦
શીતળતા શશિ હાર્યો, મૂકે કળા પામે કષ્ટ;
તેજથી આદિતા ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.– તુલના૦
ઐશ્વર્ય યુદ્ધે ઇંદ્ર હાર્યો, ઉપાય કીધા લાખ;
નળ આગળ મહિમા ગયો માટે, મહાદેવ ચોળે રાખ.– તુલના૦
નૈષધા રાયના રૂપ આગળ, દેવને થૈ ચિંતાય;
રખે આપણી સ્ત્રિયો વરે નળને, સર્વે માંડી રક્ષાય.– તુલના૦
લક્ષ્મીનું મન ચંચળ જાણી, વિષ્ણુ મન વિમાસે;
પ્રેમદાને લૈ પાણીમાં પેઠા, બેઠા શેષ્ને વાંસે. – તુલના૦
હીમસુતાને હર લઈ નાઠા, ગયા ગૂફામાંય;
સહસ્ત્ર આંખો ઉંદ્રે કરી, કરવા નારીની રક્ષાય. – તુલના૦
સિદ્ધિ બુદ્ધિને ધીરે નેહીં, રાખે ગણપતિ અહોનિશ પાસ;
ઋષિ પત્નીને ઋષિ લેઇ નાઠા, જઇ રહ્યા વનવાસ.– તુલના૦