પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
નળાખ્યાન

પાતાળમાં લેઇ પદ્મનીને, વસિયા વરુણ તે ભૂપ;
સ્વાહા સાચવવા વહ્નિયે, ધર્યાં અડતાળિશા રૂપ.– તુલના૦
ચંદ્રને સૂરજ નાઠા ફરે છે, રખે વરતી નારી,
નારદજી આગળથી ચેત્યા, માટે રહ્યા બ્રહ્મચારી.– તુલના૦
હંસા ભણે હો ભામની, એમ સૌએ શ્યામા સંતાડી;
નળના વપુના વાંથી, સર્વે સૃષ્ટી કષ્ટ પમાડી.– તુલના૦
પુરુષને અદેખાઇનું બળૅવું, નારીને દહે કામ;
અનલા પ્રગટ્યો સર્વને, માટે નળ ધરાવ્યું નામ. – તુલના૦
જપ વ્રત જેણી કર્યાં હશે, સેવ્યો હિમપર્વત;
તે નારી નળને પરણશે જેણે, કાશી મૂકાવ્યું કરવત.– તુલના૦
બ્રહ્માજીની સૃષ્ટિમાં કો, ન મળે જાચક રૂપ;
નળને દાને દારિદ્રય ચેદ્યાં, ભિક્ષુક કીધા ભૂપ.– તુલના૦
ત્યારે નરમ થઇ દમયંતી બોલી, નિર્મળ નર ભૂપાળ;
જેમ તેમ કરતાં ભાઇ મારો, ત્યાં મેળાવ વેવિસાળ.– તુલના૦
હંસા કહે ફોકટ ફાંફા જેમ, વામણો ઇચ્છે આંબા ફળ;
તેમ તુજને ઈચ્છા થઈ, ભરતાર પામવા નલ.– તુલના૦
હજાર હંસ હું સરખા ફરે છે, નૈષધપતિના દૂત;
ખપ કરી પરણાવીએ, તો તું સરખું કંઇ ભૂત.– તુલના૦
વચન સુની વિહંગમનાં, અબળાએ મૂક્યો અહંકાર;
ભુંડા એમ શું મુને બિભ્રંછા, આપણે મિત્રાચાર.– તુલના૦
સ્નેહ તે સત્કર્મનો એમ, વદે વેદ ને ન્યાય;
એમા જાણી પરણાવ મુજશું, લાગું તારે પાય.– તુલના૦

વલણ

પાયે લાગું ને નળા માંગુ, હવે આવી તારે શર્ણરે;
નહીંતર પ્રાન જાશે માહરા, ને પીડ પડશે ધર્ણરે.

કડવું ૧૩ મું – રાગ વેરાડી.

હંસા ભણે હો ભગિની મારી, ભીમક રાજ કુમારી;
નિશ્ચય નળ તુજને પરનાવું, મુને દયા આવે છે તારી. હંસ ભણે.
અમો મળતાં ને પ્રાણ જ આપું, પુરું મનની આશ;
તારો મોહ લગાડું નળને, નાખી ઉંચા નીચા પાશ. હંસ ભણે.