પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
પ્રેમાનંદ

એક જડીબુટ્ટી સુંઘાડું નળને, તત્ક્ષણ થાશે ઘેહેલો;
આફણીએ આંહાં આવીને રેહેશે, વેહેલો સર્વની પેહેલો. હંસ ભણે.
નળને તું નિરાધાર પરણશે, એ માહારો સંકેત;
રખે ત્યાર પેહેલી કોને વરે, પછે હું થાઉં ફજેત. હંસ ભણે.
આવશે નળનાં રૂપ લેઇને, દેવતા મોટા ઘાતી;
વણ તપાસે વરીશ મા, રખે ડાહી થઇ વહવાતી. હંસ ભણે.
નળ અમરમાં વેહેરો શું છે, ઓળખાવ્યો તે વેશ;
દેવ રહેશે અંત્રિક્ષ ઉભા, નવ મળે નીમેષ. હંસ ભણે.
સ્વયંવર તું ઘર રચાવે, વલી કરે એક વાનું;
તારો પિતા નોહોતરું મોકલે, તું પત્ર લખજે છાનું. હંસ ભણે.
હંસ રાયનાં વચન સુણીને, વામા કરે વિદાય;
જાઓ કહું તો મારી જીભ કાપું, ગયા વિના કામ ન થાય. હંસ ભણે.
હોરે વિહંગમ હોરે વિહંગમ, મારો વિરહનો વહ્નિ સમાવો;
વીરસેનસુતને વિવાહ અર્થે, વીરા વેહેલા વેલા લાવો. હોરે વિ૦
તારા વહોણીનળનો વિજોગ છે, હું એ દુઃખે દુઃખળી;
અન્ન ન ભાવે નિદ્રા ન આવે, મેળાપ તમારા ટાળી. હોરે વિ૦
વિશ્વાસ આપીને વાત વેહેવાની, રખે જાતા વીસરી;
સ્વયંવરમાં નળ નહીં આવે તો, પ્રાણ જાશે નીસરી. હોરે વિ૦
જો તમો નાથ અઅણી નહિ આપો, તો કોણ આપશે વળતું;
મોટું પુન્ય છે મનુષ્ય રાખ્યાનું, અનંગ અગ્નિથી બળતું. હોરે વિ૦
માત તાત ને સગા ભાઇ હું, તેને લાજું કહેતી.
કેમ કહું નળને પરણાવો મુને, સર્વે કહે અલેતી. હોરે વિ૦
ગુહ્ય વાત તે મિત્રને કહીએ, વહાલાની હોય ચોરી;
વણ રોગે આ વપુની વેદન, તું હંસ જાણે મોરી. હોરે વિ૦
તારી આશા સૂત્રનો તંતુ, પ્રાન રહ્યો છે વળગી;
વેહેવા વાત મિથ્યા સાંભળતા, દેહ થાશે પ્રાણથી અળગી. હોરે વિ૦
વિશ્વાશઘાતનું પાપ છે મોટું, તમો ડાહ્યાને શું કહીએ;
વૃદ્ધની વાત કરી જાઓ છો, નથી કીધી નાહાને છૈએ. હોરે વિ૦
હંસ કહે હો ભામિની, નિશ્ચે રહે તું વિશ્વાસે;
એમા કહીને ખગ તાંહાંથકી, ઉડી ગયો આકાશે. હોરે વિ૦