પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
નળાખ્યાન

અન્યોન્યે ચોરી કરતા, બોલે જુજવાં કામજી;
ચારે દેવ માંહોમાંહે છેતરે, ન લે પરણ્યાનું નામજી.
અગ્નિ કહે શું અધર્મ બોલવું, સર્વ દમયંતીના લોભીજી;
મનના મનોરથ રાખો મનમાં, નળ આગળ કાંતિ ન શોભી઼જી.
પછે તાળી દેઈ હસ્યા માંહોમાંહે, કપટ કીધું ત્યાગજી;
સ્વયંવરમાં ચારે જઈ જોઈએ, કોહોનું ફળશે ભાગ્યજી.
વરુણ ભણે વૈદર્ભી વર્યાની, મૂકો માની આશાજી;
પરણશે નળ આપણી ફજેતી, છેદાશે અધરસું નાસાજી.
અગ્નિ કહે હો વાસવ રાજા, મૂકો હૈયાનો હર્ષજી;
દમયંતીને તમો ન પામો, જો તપો શત વર્ષજી.
ભીમક સુતાને આલિંગન નહિ દે, અભાગિયાં આપણાં ગાત્રજી;
વીરસેન સુત આગળ વિષ્ણુ ન પામે, તો આપણ કોણ માત્રજી.
જદપિ મનસા નળની મૂકી, આપણી મમતા કરે જી;
ગુણ વોહોણી દમયંતી છે, રૂપ યૌવન ઉનમત્તજી;
ગોળ મૂકીને ખોળને ખાયે, નોહે ચતુર પશુવતજી.
બેહુ પ્રકારે એહેને ન વરવી, માટે પાછા ફરવુંજી;
માણસ વરે ને દેવ ફરે એથી, આપે ભલું મરવુંજી.
શક્ર કહે નળરાજાને, જમરાજ લો જમલોકજી;
આફણીએ આપણને વરશે, થશે હંસુનું કીધું ફોકજી.
વરુણ ભણે જે એ શી લલુતા, વણ ખુટે મરે ક્યમજી;
એમ ચાલતું હોય તો લઊં દમયંતીને, એમ કહેવા લાગ્યા જમજી.
અગ્નિ કહેરે ભલો શ્રમ કીજે, કદાપિ થાય સાચોજી;
દમયંતી ભણી દૂત થૈ જાય, ચારે નળને જાચોજી.
પછે નળ પાસે આવ્યા સ્વર્ગવાસી, વેશ વિપ્રનો ધારીજી;
ત્રિપુંડ તાણ્યાં પુસ્તક કરમાં, ગ્રહી સુંદર ઝારીજી.
નળે નિર્મળ બ્રાહ્મણ દીઠા, આપ્યાં આદરમાનજી;
આસન આપી પૂજા કીધી, પછે પૂછે રાજાનજી.
કામકાજ અમ સરખું કહીએ, હરિ મોહોટા છે કરનારજી;
વિપ્ર કહે અમો આવ્યા છૈયે, તુંને જાણી ગુણભંડારજી.