પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
પ્રેમાનંદ

નળ કહે જે માગો તે આપું, માનજો અવશ્યમેવજી;
વચન લેઈ વિપ્ર વેશ મૂકીને, થયા પ્રત્યક્ષ દેવજી.
વજ્ર પાશ જ્વાળા ગ્રહી, જમે ગ્રહ્યો જમદંડજી;
જળહળ મંદિર થઈ રહ્યાં, જાણે ઉદ્યા માર્તંડજી.
ચકીત રાજા થઈ રહ્યો, કરતો દંડપ્રણામજી;
નળ વિના કો દેખે નહિરે, દેવ રુપનાં ધામજી.

વલણ

રૂપધામ તે દેવતા, વિનતિ નળરાયને કરેરે;
તું દૂત થઈ જા કન્યા કને જો, દમયંતી અમને વરેરે.


કડવું ૧૯ – રાગ:બેહાગડો.

દેવ કહે હો રાજા મિત્ર, પુણ્ય શ્લોક પરમ પવિત્ર;
કૃપા કરી કન્યા કને જાઓ, વેવિશાળિયા અમારા થાઓ.
મહિલાને મારો મોહનાં બાણ, ચારે ચતુરનાં કરજો વખાણ;
ભાગ્ય હોશે તેહેને વરશે, જેહેના કર્મનું પાંદડું ફરશે.
નળ કહે રક્ષક બળીયા હોય, મુને પેસવા નવ દે કોય;
દેવ કહે જાઓ જોગીને વેખે, દમયંતી વિના કો નવ દેખે.
ચારે કરે નળને અણસારા, બે ગુણ અદકા બોલજો મારા;
એવું સાંભળી ચાલ્યો નળરાય, ત્યારે દેવને વિમાસણ થાય.
રૂપવંત નળનેરે જોશે, ક્ન્યાનું સધે મન મોહોશે;
વાત કહે નહીં આપણી વરણી, વેવિસાળિયો બેસશે પરણી.
દૃષ્ટે દૃષ્ટ જ્યારે મળશે, ગુણ આપણા નવ સાંભળશે;
નળને લેવરાવ્યો જોગીનો વેષ, શીખવ્યું તેમ કરજો વિશેષ.
રૂપ પાલટીને નળ પળીયો, દેવે અનુચર એક મોકલીઓ;
દૂતને દેખે નહીં નળરાય, આગળ પાછળ બન્યો જાય.
પેઠા ઘરમાં પાધરા દોર, કો નવ દેખે દિવસના ચોર;
જ્યાં દમયંતીનું અંતઃપૂર, ત્યાં આવ્યો નળ રાય શૂર.
દીઠી દેવકન્યા જેવી દાસ, જે રમતી રાણીને પાસ;
કોઈ નાયકા તો ત્યાં નહાતી, કોઈ કન્યાના ગુણ ગાતી.
કોઈ શ્યામળી ને કોઈ ગોરી, કોઈ મુગ્ધા ને કોઈ છોરી;
કોઈ કામ કરતી હાલે માલે, કોઈ વસ્ત્ર બાંધે ઘડી વાળે.