પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
પ્રેમાનંદ

પાવક પ્રગટી કાષ્ઠ સીંચી, માંહે કરું ઝંપાપાત;
વહ્નિ વરવા રહ્યો બેશી, વારુ વિવાહની વાત.
કંઠપાશ કરું કે વિષ પીયું, જેમ તેમ પાડું કાય;
તો અવગતે જમલોક પામે, સદ્ય વારે જમરાય.
અનશન વ્રતે તપ કરું, મારું ગુફામાં પેસી;
તે પુણ્યએ તું સ્વર્ગ પામશે, ઇન્દ્ર રહ્યો છે બેસી.

વલણ

બેસી રહ્યો છે સુરપતી, તું મુંએ ન છુટશે ઘેલીરે;
અંતે અમર વારે ખરા માટે, પરણ પ્રેમદા પહેલી રે.

કડવું ૨૩ – રાગ:દેશાખ.

દૂત કહે સાંભળ સુંદરી , અમર ના મૂકે પરણે ખરી;
તવ કન્યા કહે જોગી જન, તમારું નળના જેવું રે વદંન.
જેવું હંસે રૂપ વર્ણવ્યું, તેવું તમારું દર્શન હવું;
નૈ હું નળ દેવનો દાસ, નારી કહે ન આવે વિશ્વાસ.
બ્રહ્મા કરે કોટીઉપાય, નળ જેવો અન્ય નહીં નિરમાય;
જો સત્યવાદી હો તો સત્ય વદો, તાતના સમા જો મિથ્યા વદો.
સાંભળી નળને આવ્યું હાસ્ય, દેખી દમયંતી ગઇ પ્રભુ પાસ;
શીદ નહાસો છો અરાપરા, પ્રીછ્યા સ્વામી તમે ખરા.
તોએ નળ સત્યથી નવ ચળે, તે સર્વ દેવનો દૂત સાંભળે;
ધસી દમયંતી ગઇ પભુ પાસ, નળ અંતર્ધ્યાના હવો આકાશ.
જ્યારે મીટામીટ જ ટળી, ત્યારે ભીમક તનયા ધરણી ઢળી;
મૂળ સ્વામીની લ્કે છે સદા, મળી જાતાં વધી આપદા.
દાસી પ્રતિબોધે છે સબળ, બાઈ તમને વરશે નળ;
વદે બૃહદસ્વ હો ધર્મ રાય, નળ પહેલો દોઇઓત શીઘ્રે જાય.
વદે સેવક ઇંદ્રને નમી, શે અર્થે રહ્યા છો ટમટમી;
નળનું કાંઇએ ન લાગ્યું કહેણ, ન છૂટે હંસે ઝાર્યું પ્રેમ રેણ.
કામિની કુંદન નળા હીરો સાર, જડનારો હંસા સોવ્રણકાર;
નળે દૂતત્ત્વ મના મૂકી કર્યું, પણ કન્યાયે શ્રવણે નવા ધર્યુઁ.
જેમ ગતિ કરે બળીયો મારુત, તેમ વર્ત્યો વીરસેનનો સૂત;
નળને સત્યે મેઘા વૃષ્ટિ કરે, નળને સત્યે ધરા શેષ ધરે.