પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
નળાખ્યાન

નળ નોહે તો મેરુ નિશ્ચે ડગે, ધર્મ રહ્યો છે નળા રાયા લગે;
તમે ના પરણો તો કરમ્નો વાંક, બાકી નળે વાળ્યો આડો આંક.
એવે સમે રાય આવ્યા તહીં, અથ ઇતિ વાર્તા સહુ કહી;
સ્વામી મારું કહ્યું મન ના ધરે, બીજો મોકલો જેનું કહ્યું કરે.
મારે વિષે લીનતા તો હવી, બીજી ન ગમે વાર્તા નવી;
ત્યારે દેવતા કરે વિચાર, ફરી જાતાં હશે સંસાર.
આપણો શ્રમ કેમ જાએ વૃથા, તે માટે વરવી સર્વથા;
જો કન્યાને ગમ્યો નળ ભૂપ, તો આપણ લીજે નળનાં રૂપ.
દેવ કહે સુણો નૈષધરાય, અમો ધરું તમારી કાય;
પંચ નળ રહિયે એક હાર, ભાગ્ય હોય તેને વરશે નાર.
નળ કહે રે કાં નહીં સ્વામ, મેં આવવું તમારે કામ;
માનવ ક્યાંથી સુરની સંગત, દેવ ચારની પામું પંગત.
બોલ બંધા કીધો નળ દેવ, કાલે એમ કરવું અવશ્યમેવ;
એ કથા કરી ધર્મ એટલે, હવે કન્યાની કોણ થઇ વલે.
ગઈ દમયંતી જ્યાં છે માત, તવ સ્વયંવની કીધી વાત;
લાડ વચન કન્યાના ગમે, ઘરમાં ભીમક આવ્યા તે સમે.
પુત્રી શીર મૂક્યો ભુજ, કાલે વરને વરજે તુંજ;
ઝંખના તુંને છે જે તણી, તે આવ્યો છે નૈષધધણી.
પુત્રી મનમાં પ્રસંન થઇ, પોતાને અંતઃપુર ગઇ;
રાયા ભીમકા સઅભામાં આવ્યા, શતા પડાદારને તેડાવ્યા.
આગના દીધી વૈદર્ભ રાય, જાઓ વજાડો પડો સેના માંહે;
આવજો સભામાં રાજકુમાર, કાલ કન્યા આરોપશે હાર.
પ્રાની માત્ર આવજો સજ થઇ, જાઓ પડો વજાડો એમ કહી;
જેણે શિબિર ઉતર્યા હોય ઘના, ત્યાં સેવક ફરે ભીમકતણા.
ઠામ ઠામ પડા વાજતા, ક્ષત્રી શણગારે સાજતા;
મલસ્નાના કરે ને અંગા ઉલટ,ફરી ફરી બાંધે મુગટ,
રાતમાં શીખે ચાતુરી ચાલ, રખે વીસરી જાતા કાલ;
આખી રાત થયા સાંતરા, ઢળી ઢળી પડે છે ઉજાગરા.

વલણ

ઉજાગરા આખી રાતના, શણગાર સજતાં થયું વહાણુંરે;
સ્વયંવરમાં ભૂપતિ મળિયા, કવિ કહે શું વખાણું રે.