પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
પ્રેમાનંદ

કડવું ૨૪ – રાગ:સોરઠી.

વૈશંપાયન કહે રાજન, સઆંભળ સ્વયંવર્નું વર્ણન;
પડો વાજ્યો સુણ્યો સર્વ રાતે, ઉઠ્યા ઉજમ થાતે પ્રભાતે.
શીધ્રે જઇએ વર્યાની તકે, તેડાં મોકલ્યાં ભાઇયો ભીમકે;
નોહે અતિ કાળ કીધાનું કામ, માંડવે નવ મળશે બેસવાના ઠામ.
ભીડ ભરાઇ ગામ ભાગળથી, રંક જાયે રાય અઅગળથી;
મળે શૂકન સામા તેડે, શૂકન વદે ને રથ ખેડે.
કરે તિરસ્કાર સેવકપર રીસ, પડે મુગટ ઉઘાડાં શીશ;
જાયે અસ્વાર બહુ અલબેલા, હય હીંડે જાણે જળના રેલા.
ભરાયે રથ માંહોમાંહે અટકે, ત્રાડે હસ્તી ઘોડા ભડકે;
અસ્વાર પડે છે નીસરી, તે મળે કહીંએ નવ ફરી.
વાહન પડઘાનો ચાલ્યો છબ, ચરન રેણુએ છાયો નભ;
થઇ રહ્યું છે અંધારું ઘોર, પડી રહ્યો છે શોહોરાશોહોર.
બોલે દુંદુભીના બહુ ડંક, અકળામન્નો વળ્યો અંક;
સર્વને દમયંતીનું ધ્યાન, પ્રાની માત્ર વર નહિ કો જાન.
સ્વયંવર જોવા કારણે, પ્રજા મળી મંડપ બારણે;
દ્વારે ઉભા છે જ્યેષ્ટિકાદાર, તેડે જેને જેવો અધિકાર.
ડાહ્યા થઇ મંડપમાં પેશે, નામ વાંચે ને આસને બેસે;
એક મંત્રી સેવક ખવાસ, ત્રણ ત્રણ સેવક રાયને પાસ.
કોણ રૂપ મંડપની રચના, વર્ણવી શકે શું એક રસના;
કદલીસ્તંભ રોપ્યા દ્વારે, માંડ્યાં આસન હરોહારે.
યશગીત બંદીજન બોલે, મહા ઉન્મત્ત મેગલ ડોલે;
નાનાવિધ ચિત્ર ચિતરીયાં, જાણે દેવવૃંદ ઉતરીયાં.
ઉડે અબીલા ગુલાલના છાંટા, વાજે ઢોલ ને ઘુઘરા ઘંટા;
સભામાંહે બેઠા મહા મુનિ, લાગી વેદશાસ્ત્રની ધુની.
જતિ જોગી બેઠા મહા પાવન, રાયનાં ભાટ ભણે ભાવંન;
રાયને છત્ર ચામર ઢળે, મુગટે મણિ જળહળે.
અગર ધૂપ ત્યાં ઉવેખે, વાજીત્ર નાદ આવે અલેખે;
નટુઆ કરે છે નર્ત, ફરે ફૂદડી કહાડે સર્ત.