પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
નળાખ્યાન

બોલે ઘુઘરી કેરા રણકા, ગર્વ ઘેલી નાચે ગુણિકા;
પગ પાનીએ શોભે ધરા, વાજે કંકન ને ઘુઘરા.
ગીત ગાએ કોકીલસ્વરા, અનગ વધારે અપ્સરા;
જાણે મંડપ નગરી અમરા, નાચે નારી નરચિત્તહરા.
ભીમક ભૂપને દે છે માન, આવી રઅહ્યા સર્વ રાજન;
ગાનારી ગાએ ગીત ગાથા, બાંધ્યા તોરણ દેવય હાથા.
વસ્ત્ર કેસરમાંહે ઝકઝોળ, બેસે આસને આરોગે તંબોળ;
વર થઇ બેથા પ્રાણી માત્ર, સઅમાં કર્યાં છે વરવાં ગાત્ર.
શરીર ક્ષુદ્ર કાષ્ઠનાં ખોડ, તેને દમયંતી પરણ્યાનાં કોડ;
બાળ યોવન ને વલી વૃદ્ધા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા.
કો તો મોટા ઘરના કુંઅર, કો કહે આદ્ય અમારું ઘર;
આશા અભિમાનને ભર્યા નર, વાંકા મુગટ ધર્યા શિરપર.
ઘરડા થયા નાના વર, વતાં કરાવતાં વાગ્યા છર;
તન મન કન્યાને અર્પણ, આગળથી નહીં ટાળે દર્પણ.
કેટલાક કરે તિલકની રેષ, કેટલાકા કરે માંહોમાંહે દ્વેષ;
કેટલાકા કરે પૂછાપૂછ, હું કહેવો કહી મરડે મૂછ.
જેનાં મુખ માંહે નહીં દંત, તેને પરણવાનું ચંત;
કેવળ વૃદ્ધ ડાચાં ગયાં મળી, તે બેઠા ટુંપાવી પળી.
જોશીની પ્રણિપત કરી, દેખાડે હાથ ને જન્મોતરી;
જો દમયંતી મુને પરણે, તો જોશીહું લાગું ચરને.
જેનાં બેસી ગયાં ગળસ્થળ, મુખમાં રાખ્યાં બબ્બે ફોફળ;
એમ ઉંચા કરી ગલોઠાં, ઘેલા જુએ કાચમાં કોઠાં.
પૂરણ આશાએ સર્વ કોય, પણ કન્યા નળની વાટ જોય.

વલણ

વાટ જુએ છે નદીતણી, દાસીને કહે છે સતીરે;
હું મંડપમાં પછે આવું, પ્રથમ આવે નૈષધપતીરે.

કડવું ૨૫ – રાગ:રામગ્રી.

મંડપ માંહે ભૂપતિ માળીયાજી, ભર્યા રૂપા બુદ્ધિ બળીયાજી;
તેડો કન્યાને ભીમક ઓચરેજી, વૈદર્ભી શણગાર અંગે ધરેજી.