પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
પ્રેમાનંદ

જઈ વરું દમયંતી રૂપનિધાન, જુએ તો મળી સાહામી જાન;
કન્યાએ વર જાણ્યા વર્યો, કલિ ક્રોધે પાછો ફર્યો.
‘જો નળે હું પરણવા દીધો નહીં,તો આજથી લાગું પૂંઠે થઇ.'
નળરાજા આવ્યો પુર વિષે, કર રાજ્ય નારીશું સુખે.
ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર;
પ્રભુ-પત્નીને વાધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્ય ને નેમ.
ચારે વર્ણ પાળે કુળધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ;
તેણે કલિજુગનું ચાલે નહિ, હીંડે છિંડી જોતો જહીં તહીં.
નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય;
સહસ્ત્ર વરસ વહીને ગયાં, દમયંતીને બે બાળક થયાં.
જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યાં, પુત્ર-પુત્રી રૂપે અભિનવાં;
નળ-દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભે આંગણું.
એક દિવસ નળ ભૂપાળ, મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ;
રહી પાની કોરી ધોતાં પાગ, કલિજુગ પામ્યો પેઠાનો લાગ.
સંધ્યાવંદન કીધું રાજન, પ્રવેશ કલિનો થયો તે સ્થાન;
ત્યમ સેજ્યા સૂતો ભૂપાળ, સર્વાંગે વ્યાપ્યો કળીકાળ.

વલણ

કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષધ નો ધણી રે;
‘હવે વઢાડું પિત્રાઈને,’ કલિ ચાલ્યો પુષ્કર ભણી રે.

કડવું ૨૯ – રાગ: કહાલેરો.

કળીજુગ દ્વાપર મળીને આવ્યા, પુષ્કરકેરે પાસરે;
હસ્ત ઘસે ને મસ્તકા ધૂણે, મુખે મૂકે નિઃશ્વાસારે. કળીજુગ.
વેશા વિપ્રનો ધરયો અધર્મી, ને બન્યો મસ્તક ડોલેરે;
નૈષધપતિ બેઠો તપ કરવા, થઇ તરણાંને તોલેરે. કળીજુગ.
એક કુળમાં ઉદયા બન્યોના, તું જોગી નળ રાણોરે;
તે ભોગ ભોગવે નાના વિધના, તારે નહીં જળ દાણોરે. કળીજુગ.
કળિ કહે છે જો જો ભાઇયો, કર્મે વાળ્યો આડો આંકોરે;
એક જ બોરડીના બે કાંટા, એક પાધરો એક વાંકો રે. કળીજુગ.
તારા પ્તિઆસું અમારે મૈત્રી, તે માટે હિત કીજે રે;
એમ કહી કર ગ્રહી ઉઠાડ્યો, આવ આલિંગના દીજે રે. કળીજુગ.