પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
નળાખ્યાન

લક્ષણવતે લોક હસાવ્યા, સ્વયંવરના સર્વરે;
અજ રિપુને વહી જાય છે, કૌતક કરું પર્વરે.
એવું જાણી મારા નાથજી, દાસીની લેજો સંભાળરે;
હો વિહંગામ વેવિશાળીયા, મને મૂકી નળ ભૂપાળરે.
હો વાજ્રાવતી માવડી મારું, ઢાંક ઉઘાડું ગાત્રરે;
હો ભીમક મારા તાતજી, શોધી મનાવજો જામાત્રેરે.
હો નૈષધ દેશના રાજીયા, અણચિત્યું દો દર્શનરે;
ભૂપરૂપને જાઊ ભામણે, હો સલુણા સ્વામીનરે.
વૈદરભી તાય વિજોગણી, વિરહે વ્યાકુળ શરીરરે;
ચતુરાને વન ચાલતા, આવ્યું સરિતા તીરરે.
આનંદી અબળા અતિ ઘણું, ઉતરતા દીઠાં લોકરે;
ધોઈને પૂછે પ્રેમદા ભાઈ, દીઠા કહી પુણ્યશ્લોકરે.

વલણ

પુણ્યશ્લોક છે એ સાથમાં, પૂછે નળની નારીરે
નદી ઉતરતાં આશ્ચર્ય પામ્યા, પરદેશી વેપારીરે.

કડવું ૪૧ મું – રાગ : મારુ

શ્વાસ ભરી પૂછે સતી, વેપારીરે, ક્યહું દીઠાં છે નૈષધપતિ, વેપારીરે.
પ્રભુ ગયા છે પરહરી, વેપારીરે; છે તમમાં વાત કહો ખરી વેપારીરે.
કાઈ દેખાડો નળ નાથને, વેપારીરે; રુડું હજો સઘળાં સાથને, વેપારીરે.
સાચું બોલો જળ તીર છો, વેપારીરે; તમે વિપત સમેના વીર છો, વેપારીરે.
રુપે બ્રહ્માએ વાળી હઘરે, વેપારીરે; મારો સ્વામી ઓળખીએ સઘરે, વેપારીરે.
છે અદભૂત ગોરું ગાત્રરે, વેપારીરે; દીઠે અડસેઠ વળે જાત્રરે, વેપારીરે.
ગોરું મુખ મુછ વાંકડી, વેપારીરે; મોટી આંખ ચાલ છે ફાકડી, વેપારીરે.
ચાલ જેની છે લટકતી, વેપારીરે; કાંતિ મણી જેવી ચળકતી, વેપારીરે.
કંઠે મોતીનું કહેરીયું, વેપારીરે; અરધું પટકુળ પેહેરીયું, વેપારીરે.
મુગટે માણેક ચળકતાં વેપારીરે; કરણે કુંડળ લટકતા, વેપારીરે.
અધર આબાની કાતળી, વેપારીરે; વિશાળ હદે કટી પાતળી, વેપારીરે.
બોલ સકરપે મીઠડા, વેપારીરે; એવા નૈષધનાથ દીઠડા, વેપારીરે.
વણજારા એમ ઓચરે, સુણ શ્યામારે, નિર્લજ વનમાં શુંફરે, સુણ શ્યામારે.
કો કહે કૃત્યા વન વસી, સુણ શ્યામારે; કાં કહે દીસે રાક્ષસી, સુણ શ્યામારે.