પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
નળાખ્યાન

કો કહે મોટી પાપિણી, સુણ શ્યામારે; કો કહે દીસે શાકિણી, સુણ શ્યામારે.
કો કહે હું નૈષધપતિ, હો ઘેલીરે; આવ આલિંગન દીજે સતી, હો ઘેલીરે.
વાંકી દ્રષ્ટે જોયે ઘણા, હો ઘેલીરે; દુ:ખ પામ્યામાં નહિ મણા, હો ઘેલીરે.
રોતી નાવ બેઠી સુંદરી, સુણ રાયરે; લોકમાંહે મળી ઉતરી, ધર્મરાયરે.
વેપારી ત્યાં વાસો રહ્યા, સુણ રાયરે; બે પોહોર નિશાના ગયા, ધર્મ.
નયણે આંસુડા ગળે, સુણ રાયરે; દમયંતી બેઠી ઝાડ તળે, ધર્મ.
ગજ્જૂથ જળ પીવા આવ્યા, સુણ રાયરે; સિંહ થઇ કળીએ બીહાવીઆં, ધર્મ.
ભડકી મેગળમંડળી, સુણ રાયરે; વેપારી મારયા મગદળી, ધર્મ.
જે સતીને કુત્સિત વાક્ય બોલીયા, સુણ રાયરે; તે પાપી ગજે રગદોળીયા, ધર્મ.
અધિષ્ઠાતા વેપારીતણો, સુણ રાયરે; તેડયો જીવતો સાથ આપણો, ધર્મ.
ભાઈઓ કતૂહુલ મોટું હવું, સુણ રાયરે; મુને ઘટે છે વન બીજે જવું, ધર્મ.
એવે કલીજુગ પાપી આવીયો, સુણ રાયરે; વેશ તે જોશીનો લાવિયો, ધર્મ.
તિથિપત્ર વાંચીને એમ કહે, ઋણ રાયરે; ચેતો વેપારી કો જીવતો ન રહે, ધર્મ.

વલણ.

નહી રહે કો જીવતા, ઉત્પાત દારૂણ હોયરે;
એ કૃત્યા આવી કાલની, તેણીએ ખાધા સર્વ કોયરે.

કડવું ૪૨ મું – રાગ : મેવાડો.

દેખાડી દીઘી હો, કળીએ સુંદરી; ધાયા વેપારી હો, લાવ્યા બંધન કરી.
સર્વે ઠરાવી હો, અબળા શાકિણી; નળને સમરે હો, મધુર ભાષિણી.
બોલ્યો અધિકારી હો, મારો સર્વે મળી; પડયા ત્રુટી હો, અબળાને નાંખી દળી.
ગડદા ને પાટું હો, પહાણા ને લાકડી; એણી પેરે મારી હો, બાળા બે ઘડી.
રહ્યું બોલાતું હો, કટે કાંટા પડે; બંધન ત્રુટયું હો, નહાસતી આખડે.
હું વધૂ દેખી હો, પૂર્વજ લાજીયા; મુને રાખો હો, નૈષધ રાજીયા.
ત્રાસે નાહાસે હો, પાછું પૂરી જુએ; રોજ માર્ગે હો, દમયંતી રુએ.
અંગે ઢીમા હો, રુધિર ધારા ઝરે; બહુ સાલ ઉઠ્યા હો, અવિલોકન કરે.
ઉષ્ણ જ રેણું હો, ચરણે દાઝરે; કળી પૂઠે પડીયો હો, દેવો દુ:ખ કાજેરે.
નગ્ર એક આવ્યું હો, અબલા ઓહોલાસીરે; રાજ કરે છે હો, ભાનુમતી માસીરે.
પુરમાં પેઠી હો, આપત અવસ્તારે; ઘેલી જાણી હો, લોક સહુ હસતારે.
બાળક પૂઠે હો, ટાળી પાડેરે, શે ઢાંકે કાયા હો, રેણું ઉરાડેરે.
વૈદરભી વિહીલી હો, શેરી ચહુટે ફરેરે; નાંખે કાંકરા હો, કર આડો ધરેરે.
છ્જે બેઠી હો, માસી ભાનુમતીરે, મોકલી દાસી હો, તેડાવી સતીરે.