પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
પ્રેમાનંદ

હા નિશ્ચય નળ પ્રગટ, છે વાણીમાહે કપટ;
છોરૂને છેહ કાં આપ્યાં, છતે બાપે થયા નબાપાં.
રાજમાતાજી એમ પૂછે, ઋષિ તારે ને એને શું છે;
એ કોણ કોને જાણેજી, એ તો તમારી ભાણેજી.
કેઇ ભાણેજી એ મારી, દમયંતી નળની નારી;
એ વાત તે કેમ નીપજી, ભરતારે એને કાં તજી.
ધૂત રમી ને નૈષધ હાર્‍યા, તે માટે વન પધાર્‍યા;
શું જાણીએ શ અકાજે, ત્યાજ કરી મહારાજે.
તું દમયંતી દીકરી,હા થઇ રહી કિંકરી;
સુણી માસી ધરણી ઢળી, સભા થઇ વ્યાકુળી.
સુદેવ કહે છે નાટ, એમ ભૂલ્યાં તે શ્યામાટ;
જે પોતાનું પેટ, તેને કેમ વિસરીએ નેટ.
હું વરાંસીરે બાપ, એમ માસી કરે વિલાપ;
ત્યાં થઇ રહ્યો હાહાકાર, સુદેવ કરે સૌને ધિક્કર.

વલણ.

સિદેવ કરે ધિક્કાર રે, ઓળખી નહીં સુંદરી સતીરે;
રાજકુંવર લાજ્યો ઘણું, રુએ અતિસે ઈંદુમતીરે.

કડવું ૪૯ મું – રાગ ગોડી.

કાયા કુસુમરુપે કિંકરીને, દેખી દાધો સુદેવ;
અજાણ્યાં થઇને ઇહાં રહ્યા, થઇ દાસી કીધી સેવ.
અન્યોન્યે વાત પૂછીને, હૃદયે પામ્યાં શોક;
રાજમાતા સુબાહુને, સુદેવે દીધો દોષ.
માસી મૂર્ચ્છા પામિયાં રે, હવો હાહાકાર;
દમયંતી પરદાસત્વ ભોગવ્યું,પ્રીછ્યો નહિ પરિવાર.
રાજમાતા લજ્જા પામ્યાંરે, આવ્યાં દમયંતી પાસ;
દીકરી દુઃખે દહાડા નિર્ગમ્યારે, વરત્યાં થઇને દાસ.
અધર્મ આળ ચહડાવિયુંરે, ઓછું આપ્યું અન્ન;
ભોજન પેટ ભરી નવ પામિયાંરે, વસતું લેખ્યું વંન.
છબીલી તું મુજને છાનું કહેત, તો નિશ્ચય ન પ્રગટત નેટ;
પરાધીન પિંડ પોખિયોરે, પરવશ ભરિયું પેટ.