પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
પ્રેમાનંદ

ફરી આવ્યો રથ પાસે, કહ્યું રાય તમો ધન્ય;
ભૂપ કહે જો મન મળે તો, વિદ્યા લીજે અન્યોન્ય.
માંહોમાંહે મંત્ર આપ્યા, મને મન ગયાં મળી;
પરીક્ષા કરવા વિદ્યાની, નળે ડાળ છેદી વળી.
કલ્પ્યાં તેટલાં પત્ર ઉતર્‍યાં, ગણિત સંખ્યા મળી;
બીજી વિદ્યાને પ્રતાપે, દેહમાંથી નિસર્યો કળી.
પાડાનું ચર્મ પહેરીયું, ઉંટ ચર્મનાં ઉપરણાં;
ટુંકડા ચરણ ને શ્યામ વરણ, કેશ છે પંચવરણા.
કરમાં કાતી આંખ રાતી, મુખે રુધિરના ઓઘરાળા;
ભર્‍યો રીસે સગડી શીશે, ઉડે અગ્નિની જ્વાળા,
નિસરી નાઠો ભયે ત્રાઠો, ઊઠ્યો નળ નરેશ;
લપડાક મારી સગડી પાડી, ગ્રહ્યા કળીના કેશ.
વીજળી સરખું ખડ્‍ગ કહાડ્યું, ન જાય જીવતો પાપી;
રાજભ્રષ્ટ કીધો દુઃખ દીધું, રહ્યો દેહમાં વ્યાપી.
રગદોળ્યો રેણુ માહે રોળ્યો, કેમ પડ્યો હુતો પૂઠે;
આંખ તરડે દાંત કરડે, મારે ખડ્‍ગની મૂંઠે.
ઉઠે અડવડે અવની પડે, અકળાવ્યો અલેખે;
બાહુકના હસ્ત કળીનાં અસ્થ, ઋતુપર્ણ નવ દેખે.
રુદન કરતો આંખ ભરતો, કળી પાગે લાગે;
પુણ્ય્શ્લોકજી ઉગારીએ, નવ મારીએ ઘણું વાગે.
અરે અધર્મનાં મૂળિયાં, તુને જીવતો કેમ મૂકું;
અમો ઘણું તેં રવડાવ્યા, નથી નેત્રનું જળ સૂક્યું.
અરે પાપી ધર્મછેદન, વિશ્વ વેદનાકારી;
વિજોગદાતા છેદન શાતા, તેં તજાવી નારી.
અવગુણ કહેવા કરાવી, સેવા પારકે મંદિર;
વદે દીન વાણી મરણ જાણી, નેત્રે ભરિયાં નીર.
મહારાજ વળતી મારજો, ગુણ અવગુણ બે જોઇ;
નળ કહે અવગુણ ભાજન તેં, સૃષ્ટિ સર્વ વગોઈ.