પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
નળાખ્યાન

કળજુગે કલ્પાંતજ કીધું,બાળક વરત્યાં મોસાળ;
કોણ કૃત્ય મેં આચર્યાં, તજી અબળા અંતરિયાળ. બાહુકે∘
સજોગ સાગર ઉલટ્યો, નયણાં શ્રવણ સમાન;
આલિંગન દેવા કારણે, સુતને કીધી સાન. બાહુકે∘
મળવાને તેડ્યાં મીઠડાં, કર લાંબા કીધા ધીશ;
છળ્યાં બીનાં બાળકાં તે, પાડે ચીસે ચીસ. બાહુકે∘
બાહુક કહે બાળકને મુને, સાંઇ દેવાનો સ્નેહ,
નારે ભાઇડાં ભેટતા થાયે, કાળી કુંવરની દેહ. બાહુકે∘
છે છત્રપતિનાં છોકરાં, તુંને મળવાનું કેમ મન;
શે દુંખે થાય છે ગળગળો,રોતાં ફૂટશે લોચન. બાહુકે∘
બાહુક વળતો બોલિયો મારે, એવાં બાળકની જોડ;
આ દેખીને તે સાંભર્યાં, થયું રમડવાનું કોડ. બાહુકે∘
દાસીએ કહ્યું દમયંતીને, બોલ્યો બાહુક જે વાત;
બાઇ આશ્ચર્ય દીઠું અતિઘણું, કાળો કરે આંસુપાત. બાહુકે∘
દમયંતીએ પૂછ્યું ભીમકને, નળની પડે છે ભ્રાંત;
આજ્ઞા હોય તો બાહુકને, પૂછું તેડી એકાંત. બાહુકે∘
ભીમક કહે સતી સુતા, તુંને શું દેઉં શીક્ષા;
સુખે બોલાવો બાહુકિયાને, કરો નળની પરીક્ષા. બાહુકે∘
વૈદરભી આવ્યાં અંતઃપુરમાં, જ્યાં પોતાની મેડી;
આજ્ઞા આપી દાસીને, લાવો બાહુકને તેડી. બાહુકે∘
શીઘ્ર આવી સાહેલડી, અંતરમાંહિ ઉલ્લાસ;
ઉઠો બાહુકજી ઉતાવળા, દમયંતીની પાસ. બહુકે∘
રાયજી વળતો બોલિયો, હું છું દીન કંગાલ;
વરુવા સાથે વૈદર્ભીને વાત કર્યાનું શું વહાલ. બાહુકે∘
સોમવદની સુંદરી, સારંગનયના સુજાણ;
વાત કરતાં બ્રહ્મચર્ય ભાંગે, વાગે મોહનાં બાણ. બાહુકે∘
પરઘરમાંહે અમો નવ પેસું, સ્ત્રીનાં ચંચળ મન;
સાધુ પુરુષને અદ્ય પાડે, આવીને દે આલિંગન. બાહુકે∘