પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
પ્રેમાનંદ

બાહુક એહ પ્રશ્નનો ઉત્તર દીજે, એવા કપટી પુરુષને શુંય કીજે;
સુણી મર્મવાણી નળનાથ રીઝ્યો, જોવા પ્રિત વિશેષ મહારાજ ખીજ્યે.
સુણો પ્રશ્નના ઉત્તર ભીમક બાળા, તે પુરુષને પ્રભવી પ્રેહજ્વાળા;
પરી સુંદરી પ્રેમદા સાધુ જાણી, મોહ્યો નાથ તેને કીધી પટ્ટરાણી.
બીજી નારીનાં સામું સ્વપ્ને ન જોયું, ગુણહીણ સ્ત્રીસાથ આયુષ્ય ખોયું;
સગાં મિત્રની પ્રીત તે નાથે ફેડી, ગયો પુરુષ તીર્થે નારી સાથ તેડી.
વને સાત અપવાસ ભમતારે કીધા, મચ્છ રાખવા નારને ત્રણ કીધા;
કીધો શ્રમ બીજાં મચ્છ નવ લાધાં, પેલી પાપિણી નારે તે મચ્છ ખાધાં.
કહો ભીમકબાળા થઈ વાત એવી, પૂછે બાહુક પ્રશ્ન તે નાર કેવી;
જોતાં છે અપરાધ એ નોહે નહાનો, તેને મૂકતાં નાથનો વાંક શાનો
ગ્રહી અજગરે સુંદરી આંસુ ઢાળે, તેમ કંથ ડસ્યો હશે સર્પ કાળે;
થયું શાકિનિ નામ અપવાદ એવો, કહ્યો હશે ભરતારને ભૂત જેવો.
જેમ સ્ત્રીએ કીધી પરઘેર વેઠ, તેમ તેણે ભરયું હશે પરઘેર પેટ;
કોણ કોનાં દુઃખ કહીને રોશે, બુદ્ધિવાન પ્રાણી કર્મ સામું જોશે.
ધોળો સાળુ પહેરી સ્ત્રીએ પિંડ પીડ્યો, કાળું કામળું ઓઢીને કંથ હીંઢ્યો;
એ પ્રશ્ન ઉત્તર કહ્યા મેં વિચારી, વળી પૂછવું હોય તો પૂછ નારી.
કહી મર્મની વાત નિજ નાથ જાણ્યો, ભાંગ્યો ભેદ મનમાંહે ઉત્સાહ આણ્યો;
એવી ગુહ્ય વાણી બીજો કોણ ભાખે, એવું કોણ બોલે નળ નાથ પાખે.
થયું ભેટવ મન મર્યાદ નાઠી, અંતરપટનું વસ્ત્ર ગયુરે ફાટી;
ગજગામિની ભામિની પ્રેમ માતી, આવી નાથ પાસે ગુણગ્રામ ગાતી.
કરી પ્રદક્ષિણા પછે પાય લાગી, બોલો નૈષધનાથ કહ્યું માન માગી;
અપરાધ પ્રાણીતણા કોટિ હોયે, પરિબ્રહ્મ તો કરુણા મીટ જોયે.
વન માંહે મૂકી અપરાધ પાખી, છે મચ્છ આહારના વિષ્ણુ સાખી;
તમ ચરણ વિષે મમ મન રાખું, તમ પાખે હું પેટમાં ધૂળ નાખું.
અમો અબળા નારીમાં બુદ્ધિ થોડી, કરે વિનતિ પ્રેમદા પ્રાણ જોડી;
નથી રુપનું કામરે ભૂપ મારા, થઈ કિંકરી અનુસરું ચરણ તારાં.
સુણી વિનતિ નારની દીન વાણી, ઉઠ્યો બાહુક અંતર પ્રીત આણી;
કરકોટક નાગનો મંત્ર ભાખી, જીર્ણ કામળું દૂર દીધુરે નાખી.
ત્રણ નાગનાં વસ્ત્ર પરિધાન કીધાં, હરખી સુંદરી કારજ સર્વ સીધ્યાં;
જળ મૂળગું રુપ મહારાજ ધરિયું, શ્વસુર ધામનું તિમિર તે સદ્ય હરિયું.
જેમ તરુવર પુંઠે વિંટલાય વેલી, તેમ કંથને વળગી રહી હર્ષઘેલી.