પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નરસિંહ મેહેતો

કુસુમના ટોડર કંઠ ભૂષણ ધરી, ભૂજ ભીડી ભુધરે હ્રદયા સાથે;
સુસ્ત સંગ્રામશું હું એને જઈ ભડી, જીત્યો યદુનાથ દ્વય બાહુ બાથે.
મદનના સૈન્યશું માન માગ્યું ઘણું, જુદ્ધ જીત્યું રણ હાથ આવ્યું;
ચૌદ ભુવનતણો નાથ મેં વશ કર્યો, અજિત જીત્યાતણું બિરદ કહાવ્યું.
જેમ ગજયુવતિ માતંગ મદગલીતા, સુંદરી સેજ હરિસિંહ આવ્યો;
નરસિંહાચા સ્વામી સુભટ સુરાસુર, કેસરી કાન સાહી નચાવ્યો.

પદ ૩જું

હજી ન ધરાયો રંગ તે રમતાં, ચાર પોહોર નીશા નિકર નિમગતાં—ટેક
અધર સુધારસ પીજી પીજી પીધિરે, કેસરી કામને મેં પુંઠડી ન દીધીરે. હજી.
પીન પયોધર પાખર કીધીરે, સુરતસંગ્રામે હું વઢતી સૂધીરે. હજી.
નખ શીખા લગે તાકી તાકી મૂકીરે, કેસરી કામશું વઢતી ન ચૂકીરે. હજી.
ઉદ્યો દિવાકર રજની વીતીરે, નરસિંહાચા સ્વામી સંગમ જીતીરે. હજી.

પદ ૪ થું

નીત નીત લાછવર લક્ષણ રૂડાં, મોટેરાં થઈએ રે ત્યમ બોલીએ કૃડાં.
માત યશોદા જાણે રે માહારો લાડકો પુત્ર, વાહાલાજીએ ઠામ ઠામ માંડ્યાં ઘરસૂત્ર.
જેહનું બ્રહ્માદિક ધ્યાન ધરે સુર મુનિ ગાયે, દૃષ્ટે પડી નાચ્ય વિના રમી ન જાયે.
શીખ દેતાં દુભાશો મા શામળા કાહાન, નરસિંહાએ એ નાચ્યને દીધું સનમાન.

પદ ૫ મું

વાહાલાજી તમોરે નહાંનડીઆ, અમોરે નહાંનડલાં, સરખે સરખી જોડ મળી;
પેહેલું આલિંગન દો મારા વાહાલા, પછે અમો દેઈશું લળીઅલળી.
સુંદરીઓનો સ્વભાવ છે એવો, પીયુને મળવા હિંડે ઘણું;
આલિંગન એણીપેર દો મહારા વાહાલા, રખે હમ દેખે હક જણું.
તમે નહાના હું હજી નહાની, નણદી આઘાં પાછાં કરે;
સાસુને ઘેર એ લાડકડીરે, તે અમ વારી કેમ વરે.
શું કરે સાસુ શું કરે નણદી, જેહના હૃદેમાં હું રે વસ્યો;
નરસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભેય કશો.

પદ ૬ ઠ્ઠું

પાછલી રાતના, પધારિયા નાથજી, ઘૂમતે લોચને અંગ ડોલે;
બેહુ પાસા સુંદરી, બાહે કંઠે ધરી, શોભિત ભવન કો નહીરે તોલે;