પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
પ્રેમાનંદ

અજાચક-વ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓડે
આવી મળે તો અશન કરે, નહિ તો ભૂખ્યા પોઢે...

વલણ

પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઈચ્છે ઘરસૂત્રનું
ઋષિ પત્નિ ભિક્ષા કરી લાવે, પૂરું પાડે પતિ ને પુત્રનું.

કડવું ૨ – રાગ વેરાડી

શુકજી કહે: સાંભળ, નરપતિ! સુદામાની છે નિરમલ મતિ,
નામ ગૃહસ્થ પણ કેવળ જતિ, માયાસુખ નવ ઈચ્છે રતી.
મુનિનો મરમ કોઈ નવ લહે, સહુ મેલો-ઘેલો દરિદ્રી કહે,
જાચ્યા વિના કોઈ કેમ આપે? ઘણે દુ:ખે કાયા કાંપે.
ભિક્ષાનું નામ કામિની કરે, કોના વસ્ત્ર પખાલે ને પાણી ભરે,
જ્યમ ત્યમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન.
ઘણા દિવસ દુ:ખ ઘરનું સહ્યું, પછે પુર માંહે અન્ન જડતું રહ્યું,
બાળકને થયા બે અપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ.
"હું વીનવું જોડી બે હાથ," અબળા કહે, "સાંભળિયે નાથ!"
હું કહેતાં લાગીશ અળખામણી, સ્વામી! જુઓ આપણા ઘર ભણી.
ધાતુપાત્ર નહિ કર સાહવા, સાજું વસ્ત્ર નથી સમ ખાવા,
જેમ જલ વિના વાડી-ઝાડુવાં, તેમ અન્ન વિના બાલક બાડુવાં.
આ નીચાં ઘર, ભીંતડીઓ પડી, શ્વાન-માંજર આવે છે ચડી,
અતિત ફરીને નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય.
કરો છો મંત્ર ગાયત્રી-સેવ, (પણ) નૈવેદ્ય વિના પુજાયે દેવ,
પુન્ય પર્વનીએ કો નવ જમે, જેવો ઉગે તેવો આથમે.
આ બાળક પરણાવવા પડશે, સતકુલની કન્યા ક્યાંથી જડશે?
શ્રાદ્ધ-સમછરી સહુ કો કરે, આપના પૂર્વજ નિર્મુખ ફરે,