પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
સુદામા ચરિત્ર

કડવું ૪ – રાગ: સામગ્રી

પછે સુદામોજી બોલિયા: સુણ સુંદરી રે!
હું કહું તે સાચું માન; ઘેલી કોણે કરી રે?
જે નિર્મ્યુ તે પામીએ, સુન સુંદરી રે!
વિધિએ લખી વૃદ્ધિ - હાણ; ઘેલી કોણે કરી રે?
સુકૃત-દુકૃત બે મિત્ર છે, સુણ સુંદરી રે!
જાય પ્રાણ આત્માને સાથ; ઘેલી કોણે કરી રે?
દીધા વિના કેમ પામીએ? સુણ સુંદરી રે!
નથી આપ્યું જેમને હાથ; ઘેલી કોણે કરી રે?
જો ખડધાન ખેડી વાવિયું, સુણ સુંદરી રે!
તો ક્યાંથી જમીએ શાળ? ઘેલી કોણે કરી રે?
જળ વહી ગયાં, શી શોચના, સુણ સુંદરી રે!
જો પ્રથમ ન બાંધી પાળ; ઘેલી કોણે કરી રે?
એકાદશી-વ્રત કીઢાં નથી, સુણ સુંદરી રે!
ન કીધાં તીરથ-અપવાસ; ઘેલી કોણે કરી રે?
પિતૃ તૃપ્ત કીધાં નહીં, સુણ સુંદરી રે!
નહીં ગવાનેક પામી ગ્રાસ; ઘેલી કોણે કરી રે?
બ્રહ્મભોજન કીધાં નહીં, સુણ સુંદરી રે!
નહીં કીધાં હોમ-હવન, ઘેલી કોણે કરી રે?
અતિથ નિર્મુખ વાળિયા, સુણ સુંદરી રે!
તો ક્યાંથી પામીએ અન્ન? ઘેલી કોણે કરી રે?
પ્રીતે હરિપ્રસાદ લીધો નહીં, સુણ સુંદરી રે!
હુતહસેષ ન કીધો આહાર; ઘેલી કોણે કરી રે?
આ દુર્ભર પેટ પાપે ભર્યાં, સુણ સુંદરી રે!
છૂટ્યાં પશુનો અવતાર; ઘેલી કોણે કરી રે?
સંતોષ-અમૃત ન ચાખિયાં, સુણ સુંદરી રે!
હરિચરણે ન સોંપ્યાં મન; ઘેલી કોણે કરી રે?
ભક્તિ કરતાં નવનિધ આપશે, સુણ સુંદરી રે!
એવું સાંભળી બોલી સ્ત્રીજંન; ઘેલી કોણે કરી રે?
જળે આંખ ભરી અબળા કહે, ઋષિરાયજી રે!
મારું દૃઢ થયું છે મંન; લાગું પાય જી રે.
એ જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે!
રુએ બાળક, લાવો અન્ન; લાગું પાય જી રે.