પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
પ્રેમાનંદ

કો'ને અન્ન વિના ચાલે નહીં, ઋષિરાયજી રે!
મોટા જોગેશ્વર હરિભક્ત; લાગું પાય જી રે.
અન્ન વિના ભજન સૂઝે નહીં, ઋષિરાયજી રે!
જીવે અન્ને આખું જગત; લાગું પાય જી રે.
શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં, ઋષિરાયજી રે!
રવિએ રાખ્યું અક્ષયપાત્ર; લાગું પાય જી રે.
સપ્ત ઋષિ સેવે કામધેનુને, ઋષિરાયજી રે!
તો આપને તો તે કોણ માત્ર? લાગું પાય જી રે.
દેવ સેવે કલ્પવૃક્ષને, ઋષિરાયજી રે!
મનવાંછિત પામે આહાર; લાગું પાય જી રે.
અન્ન વિના ધરમ સૂઝે નહીં, ઋષિરાયજી રે!
ઊભો અન્ને આખો સંસાર; લાગું પાય જી રે.
ઉદ્યમ નિષ્ફળ જાશે નહીં, ઋષિરાયજી રે!
જઈ જાચો હરિ-બળદેવ; લાગું પાય જી રે.
અક્ષર લખ્યા દારિદ્રના, ઋષિરાયજી રે!
ધોશે ધરણીધર તતખેવ; લાગું પાય જી રે.

વલણ

તતખેવ ત્રિકમ છેદશે દારિદ્ર કેરાં ઝાડ રે;
પ્રાણનાથ! પધારો દ્વારકા, હું માનું તમારો પાડ રે.

કડવું ૫ – રાગ: સામગ્રી

કહે શુક જોગી: સાંભળો, રાયજી! ફરી ફરી પ્રેમદા લાગે પાય જી;
વિપ્ર સુદામો આપ વિચારે જી; 'નિશ્ચે જાવું પડશે મારે જી.'

ઢાળ

જાવું પડે મુજને સર્વથા, ઘણું રુએ અબળા રાંક;
અન્ન વિના બાળક ટળવળે તો વામાનો શો વાંક?
પત્ની પ્રત્યે સુદામો: 'તમો જિત્યાં, હાર્યો હુંય;
કહો, ભામિની! ભગવંતને જઈ ભેટ મેલું શુંય?
કાકા કહીને નિકટ આવે કૃષ્ણ-સુત-સમુદાય;
તે ખાવું માગે, મુને વજ લાગે, હું મૂકું શું કરમાંય?