પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
પ્રેમાનંદ

૨૫૨
સુદામા ચરિત્ર

કનકની થાળી હેઠી માંડી, રુક્મિણી નાખે પાણી;
સુદામાનાં ચરણ પખાળે હાથે સારંગપાણિ.
નાભિકમળથી બ્રહ્મા પ્રગટ્યા, આ જગત પલકમાં કીધું;
જેણે સંસાર મુખમાં દેખાડ્યો, માતાનું મન લીધું.
વિશ્વામિત્ર સરખા તાપસને દોહેલે દર્શન દીધું;
તેણે સુદામાનાં પગ પખાળી પ્રીતે ચરણોદક પીધું.
ઓઢવાની જે પીત પિછોડિ, તેણે લોહ્યા ઋષિનાં ચરણ;
ષોડશ પ્રકારે પૂજા કીધી પ્રીતે અશરણશરણ.
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખે આંસુ થાય;
ઊભા રહી વીંજણો કર ગ્રહીને વિઠ્ઠલ ઢોલે વાય.
થાળ ભરીને ભોજન લાવ્યાં ઘૃત-પાક-પકવાન;
શર્કરાયુક્ત ઋષિને ત્યાં કરાવિયાં પયપાન.
સૂધાં આચમન કરીને ઊઠ્યા, પ્રીતે ખવડાવ્યાં પાન;
વિધોગતે પરસાદ પ્રમાને આરોગ્યા ભગવાન.
જે સુખ સુદામાને આપ્યું, હરિ બ્રહ્માને નવ આપે;
ફરી ફરી મુખ જુએ મુનિનું, હરખ મુકુંદને વ્યાપે.
સુદામાને ચિંતા મોટી; રખે દેખે' ને કાય કાંઓએ;
પેલી ગાંઠડી તાંદુલ તણી તે જંઘા તળે ચાંપે.

વલણ

ચરણ તળે ચાંપી રહ્યા જે ગાંઠડી તાંદુલ તણી;
પ્રેમાનંદ-પ્રભુ પરમેશ્વરને જાણવાની ગત છે ઘણી.

કડવું ૯ – રાગ મલાર

ગોવિંદે માંડી ગોઠડી: 'કહો, મિત્ર અમારા,
અમો સાંભળવા આતુર છ‌ઉં સમાચાર તમારા.
શે દુ:ખે તમો દુબળા? એવી ચિંતા કેહી?'
પૂછે પ્રીતે શામળિ: 'મારા બાળ-સ્નેહી!
કોઈ સદ્‌ગુરુ તમને મળ્યો, તેણે કાન શું ફૂંક્યો?
શું વેરાગી ત્યાગી થયા કે સંસાર જ મૂક્યો?
શરીર પ્રજાળ્યું શું જોગથી? તેવી દીસે દેહી;
શું દુ:ખે દૂબળા થયા, મારા પૂર્વ-સ્નેહી?
કે શત્રુ કો માથે થયો, ઘણાં દુ:ખનો દાતા?
કે ઉપારજ્યું ચોરીએ ગયું, તેને નહિ તમને શાતા?
ધાતુપાત્ર મળ્યું નહીં, આવ્યા તુંબી લેઈ?
વસ્ત્ર નહીં શું પહેરવા, મારા બાળ-સ્નેહી?