પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
સહજ અંગ


તું તારા મનમાંહી પ્રીછ, શાને મોટપા લે છે શીશ,
ઝીણું મળતાં મોટું થાય, મોટુઁ કણ્યકા થઇને જાય;
અખા તાત વિચારે વિંધ્યે, રિધ્ય ઘણી તો રહે સાંનિધ્યે. ૧૬

પે આપ પૂરણ બ્રહ્મ હરિ, પોત પસાર્યું રચના કરી;
ચૈતન્ય બ્રહ્મશલાનું ચિત્ર, ઋષિ જક્ષ માનવ પશુ પિત્ર;
થાય જાય એ માયા ભેર, અખા ચૈતન્ય નોહે ઉચ્છેદ. ૧૭


સહજ અંગ

ર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત;
અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર;
વન ભોગવતા દુખિયા થયા, પામી રાજ્ય અધુરા ગયા;
સહેજે જે થાયે તે થાય, કર્તવ્યનું બળ અખો ન ગાય. ૧૮

સુધું સમજી સુખિયો થા, મૂકી આપ ઇશ્વરમાં જા;
ધરમ અરથ મોક્ષને કામ, એ માયા પગ મૂક્યાં ઠામ;
નિસ્પૃહી તે નિરાળો રહે, અખા લાલચિયો લીધે વહે. ૧૯

મજે તો અવળું છે તાન, બીજું ઇચ્છે એહજ જ્યાન;
સોનામાંહે બીજું ભળે, મૂળ રૂપ તેનું જ્યમ ટળે;
જેમ છે તેમ એ છે આત્મા, અખા કેની એવી છે ક્ષમા. ૨૦


કવિ અંગ

વિતા ઘણા કવિ કવી ગયા,અધાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;
વળી આગળ કવશે બહુ કવિ,મનની વૃત્યમાં જો જો અનુભવી;
અખા મનાતીત તેમનું તેમ,મનની વૃત્યમાં મનની ગમ્ય. ૨૧

જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યનાં કેમ વરણીશ;
શબ્દતણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય;
એવું વચન અલિંગીતણું, અખા નહીં કોય પર આપણું. ૨૨

સ્થિતિ નહીં આપાપરતણી, પંડ્ય બ્રહ્માંડનો થાએ ધણી;
અચવ્યું સરખું દીસે આપ, ભૂત ભવિષ્યનો નોહે થાપ;
અખા જોતાં ચિદઆકાશ, આવિર્ભાવ વિના શો નાશ. ૨૩


વૈરાગ્ય અંગ

જો ઉપજે તો ભલો વૈરાગ્ય, બીજાં કૃત્યનો ના ચપે પાગ;
હેલામાં હરિ પામે વેદ, જો ઉપજે સાચો નિર્વેદ,
જ્યમ ફુલ પાછળથું ફળ નિદાન, અખા વૈરાગ્ય તે પરમ નિધાન. ૨૪.