પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
માયા અંગ


સ્તુ અનુપમ છે તે માંય, તો તે કૈયેં કેમ ઉપાય;
ઉપમા સર્વ છે માયા વડે, તે તો કૈવલ્ય નૈં અડે;
અખા વસ્તુ ગુંગાનો ગોળ, ત્યાં ઉપમા તે માયાની ટોળ. ૫૫

ગુણને ઉપમા સર્વે ઘટે, જે ઉપમા ને ગુણ બંને વટે;
જ્યાં થાવા ને જાવા નથી, ત્યાં વાણી શું કાઢે કથી;
અખા તે વડે સર્વ જાણ, તો તેને કથી શકે ક્યમ વાણ્ય. ૫૬

માયા અંગ

માયાના ગુણ કર્મ રૂપ નામ, માયાના ગુણ શ્વેત ને શ્યામ;
માયાને મારા પારકા, દેવ દાનવ બે માયાથકા;
માયાના ગુણ જ્યાં નવ છબે, તેને અખા તે કોણ આલંબે. ૫૭

સ્તુ નથી ઇંદ્રિને ગ્રાહ્ય, શાથી જંત ટલે શું બાહ્ય;
બાહ્ય મધ્ય અંતરપટવડે, અંતરપટ માયા રહી ઘડે;
માયાનાં કૃત્ય માયાલગે, અખા વિચારે પડશે વગે. ૫૮

ક્ષર પિંડ ને અક્ષર આત્મા, જે સમજ્યો સરૂજ્યો વાતમાં;
તત્ત્વ ચોવીશતણો સમુદાય, મુજવડે સહુ આવે જાય;
હું પૂરણ ચેતનઘન એક, નામ રૂપ ગુણ કર્મ અનેક;
અખા જે સમજ્યો તે આવ્યો, જેણે એ માર્ગ અનુભવ્યો. ૫૯

નશું વાત વિચારી અખે, જ્ઞાની તે જે માયા ભખે;
નાઠો છૂટે નૈ એ થકી, અલગી નૈં છાયા દેહથકી;
જે આશ્રમ દરશનને ગ્રહે, રસબસ થૈ માયા ત્યાં રહે. ૬૦

ભેદુ માયા સમૂળી ગળે, સામું ટળે ને આપે ટળે;
આપાપર તળતે ઉગરે, સેજ લક્ષ તેમાં સ્થિત કરે;
અખા જીત્યાનું ન ધરે માન, જીત્યો હારે ઝાલે કાન. ૬૧

હા વલગણી માયા પાપણી, જેમ સેવતાં ડસે સાપણી;
સિદ્ધિકાજે યોગીજન, થાવા અજર કરે છે જતન;
મંત્ર અઘોર ખવારે નર્ક, અખા ન દેખાડે આતમ અર્ક. ૬૨

દેહ ઇંદ્રિ ગુણનાં સર્વ કૃત, દીસે માયા કરતી તર્ત;
તે ક્યાંથી તાણી લે અખા, માનવિના પણ રેશે કખા;
સર્વે જાણે ભૂતવિકાર, સમજે સેજે પામે પાર. ૬૩