પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
તીર્થ અંગ


પૂજંતા પ્રતિમા ગુણા સેજ, પન બોલતી મૂર્ત્તિમાં હરિ છેજ;
જડ મૂર્ત્તિ મુખ બોલે નહીં, ચેતન રહે તુજ સેવા સહી;
પિંડ ના જોઇશ જોજે વસ્ત, અખા મળે હરિ હસ્તેહસ્ત. ૭૪

ખિલ જગત મૂર્ત્તિ રમની, મહા જ્ઞાનીની મૂરત કામની;
જડથી ચૈતન મૂરત ભલી, જ્ઞાની મૂરત સર્વોપરી;
કારણ તેનું એક વિશેષ, અખા હું ન મળે જ્યાં શેષ. ૭૫

કોટિ વર્ષ પ્રતિમા પૂજિયે, પણ જ્ઞાની મૂરત પામી સેવિયે;
પોતા સરખો હરિજન કરે, મોટું માતમ જ્ઞાતા ધરે;
જડ ચૈતન્ય ગમે તે પૂજ, અખા સેવન તેની સૂજ. ૭૬

પૂજાનો એ ભાળે ભેવ, જે પૂજી નિપન્યા શુકદેવ;
જનક વિદેહી સેવ્યા દ્વિજે, તે બેથા જ્ઞાનીને ધ્વજે;
અખા જ્ઞાનીનો મહિમા ઘણો, ઇશે ઇશ રખે કોઇ ગનો. ૭૭

દીસે સૌ સરખાં વરતંત; ખાતાં પીતાં મરતાં જંત;
એક અધિકતા જ્ઞાની ધરે, હરિશું વૃત્ય સ્વતંત્રતજ કરે;
અખા તે વૃત્યમાં બહુ ભાવ, જલને ભારે તર્યું જાય નાવ. ૭૮

ક્તિ એકાસી પૂરી થૈ, ભાસીમી બુધ્ય આવી રઅહી;
તેવો ભક્ત જ્ઞાનીને ભજે, નવ નીકાશ નહીં રહે રજે;
પંકા કરે તે સૌકો કરે, અખા એવું વિરલા મન ધરે. ૭૯

સોળે અઁશે હરિ જાની હૃદે, જેની વાણી બીજું નવ વદે;
જેમ અગ્નિથી દિવો થયો, દીવામાં દાવાનલ રહ્યો;
તે માટે હરિજના સ્વે હરી. અખા રખે કો પૂચો ફરી. ૮૦

તીર્થ અંગ

તીર્થા કોટિ હરિજન ચરણ, કૃપા હશે તે જાશે શરણ;
બારે કાળે હરિજન હૃદે, હરિ બોલાવે તે જના વદે;
મહા મોટા જનનો પ્રતાપ, અખા થાય હરિ આપેઆપ. ૮૧

જો મુક્તિ વાઁચે માનવી, તો એ કાશી એ જાહ્નવી;
પ્રગટૅ મુક્તિઓ આપે હરિદાસ, હરિ દેખાડે સર્વાવાસ;
અખા નહીં ઉધારે પડી, હરિજન મુક્તિ આપે રોકડી. ૮૨

રામ રડવડતાં હુકે મળ્યો, ઘેલો તે ઘર સુખથી ટળ્યો;
હું મારું ખોયાશું કામ, મળે અખા ઘર બેઠા રામ;
હરિવન જાણે ક્સેપણ કાળ, ધોયે હીર ના થાયે વાળ. ૮૩