પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
 


રિની ઇચ્છાયે હરિ મળે, તે તો અખા અંતરમાં ગળે;
જનક ખટ્વાંગે ક્યાં નવધા કરી, વિચાર કરતાં પામ્યા હરિ,
કૃપા હરિ હસ્તણીશું કાજ, ઢોળે કળશા તો પામે રઆજ. ૧૧૨

સાત દને પરીક્ષિત રાજન, ભ્રમા ગયો ભેત્યા ભગવાન;
બીજા બહુ ત્યાં બેઠા હતા, શુકના મુખની સુનતા કથા;
તે તેવાના તેવા રહ્યા, અખા હરિની જોઈએ માયા. ૧૧૩

ખા કામ ચે સમજ્યા સાથ, પણ કૃપારૂપિણી જોઇએ આથ્ય;
બીજો સઘળો દેહવ્યાપાર, જન્મા મરણ ના ટૅલે સંસાર;
કૃપા સમજા અર્થ સર્વે કૃત્ય, જો ઉપજે તો પામે તર્ત ૧૧૪

ણ સમજે સબળો સંસાર, સમજે જાય સઘળો ભાર;
જેમ જેમ સાચું માને જન, તેમા તેમે વાદ્યે દંને દંન;
અખા પ્રેત બીહીનાને ખાય, (પણ) ધીરજવાન તે કુશળે જાય. ૧૧૫

ક અફીણ બીજો સંસારી રસ, અધિકા કરે તેમ આપે કસ;
જેમ જેમ અધીકું ખાતો જાય, અંગે અકલે હીણો થાય;
કો મૂકે તો મુવે સરે, નહીં તો અખા ત ખાતો મરે. ૧૧૬

ત્યમ એ ભોગ તણો સંસાર, જીર્ણા થયો તો પડિયો આહાર;
નવો નીપજે તેમ લાગે સ્વાદ, તો કેમ જાએ ભવની વ્યાધ;
અખા ખસ જેમ ચંચાળ્યે થાય, (અને) ઘસી ફેદી તો સમૂળી જાય. ૧૧૭

જાયા સમૂળો તેમ સંસાર, કરતાં આત્માતત્ત્વવિચાર;
અન્ય ઉપાયા નથી એ જવા, સામા બંધ બધાએ નવા;
કર્મા કરતા નાવે છેક, અખા વિચારે ન મળે શેષ. ૧૧૮

ધીરજ અંગ

બ્રહ્માદિક નવ પામ્યા પાર, એમ જાણીને ખાશો માર;
અગમ અગોચર સૌને હરિ, બ્રહ્માકીટલગી માયા આવરી;
અખા હરિ જો મળનારા થાય, તો ન ગણે ઊંચનીચ રંકરાય. ૧૧૯

કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપીમૂર્ખ ત્યાં ન જુવે હરિ;
જેમ વાયાની વળણે લાગે લાય, પણ ડાબું જમણું ન ગણે વાય;
ત્યમ ઊંચનીચ ન ગણે નારાણ, અખા એમ ખરાખરી જાણ. ૧૨૦

સુજ અંગઅંગ

મી સુજ સુજે તે પામ, સુજવિના સૌ ચાપ્યા ચામ;
સુજે દુઃખ તે સુખ નીવડે, સુજ્યા વિના જ્યાં ત્યાં આથડે;
અખા સુખા આલે નરહરિ, અણલિંગી સુજ આવી ખરી. ૧૨૧