પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
અખો


સુજે ભજવા તજવા નથી, રાજ કરે કે ભીખે ઘેરથી;
દુઃખ સુખ કાળે આવે જાય, પણ સુજાળો તે ધણી ન થાય;
અખા સુજ વોહોની તે હાણ્ય, રોજે ભીખે નટળે તાણ્ય. ૧૨૨

સુજાળાને સરખું સદા, કારન વિના તે પામ્યો મુદા;
ચારે જુગ સુજ આગળા ફરે, (પણ) જુગ બળ તેને નવ આવરે;
સુજ વસ્તુ નિરંતર ભજે, અખા અચાનક જો ઉપજે. ૧૨૩

જ્યારે હવી અણલિઁગી સૂજ, આપપર વિનાની જે બુજ;
એકલમલ અણલિંગી ઓજ, ચિદ અચાનક પામી ચોજ,
તે સ્થળનો સાથી ત્યાં તેજ, ધારવું જેનું ગુણ પારે હેજ. ૧૨૪

નિર્ગુણમાં ગુણની ઉપાધ્ય, જીવપણાની લાગી વાધ્ય;
ગુણી જીવ નિર્ગુણ સાચા હૃદે, તેધ્યેયા ધ્યાતા સત્ય જાણી વદે;
દ્વૈત રોગ લાગ્યો મન વિખે, અખા અદ્વૈતપણું સમજ્યા પખે. ૧૨૫

સાધન લખિરે વેદ પુરાણ, અદ્વતની ઉપજવા જાણ્ય;
ધ્યે ધ્યાતા જાણવા એક, નવધા ભક્તિનો કીધો વિવેક;
સાબુખારેપટ ઉજ્જ્વળા થાય, અખા ભક્તિ વૈરાગ્યે દ્વૈત પળાય. ૧૨૬

ચૈતન્ય બ્રહ્મ સદોદિત સદા, સએજ કલ્લોલ કરે ચે ચિદા;
નાટકા ચાલ્યું જાય સદાય, કો કહે કર્મા કો કહે માય;
પણ એવાનું એવું અખા, વચે અણચતી કરે પખપખા. ૧૨૭

અંત જુઓ જેની નહીં આદ્ય, કોય કાળા પડે નહીં ખાધ્ય;
નિત નિત થાતું જાય નવું, કો ન કહે મુજ આગળ હવું;
અખા વિચારી જો એહને, પણ વળગીશ નહીં તું દેહને. ૧૨૮

જ્યારે જગત વિચાર્યું જને, તે ઊંઠ હાથને ના રહે તને;
દિસે સ્વતંત્ર ભૂતમાં ભૂત, અદકું ઓચું નહીં અદ્ભૂત.
અખા વિચાર વિના સંસાર, જો સમજે તો ઘરમાં પાર; ૧૨૯

ન કોય બૂખ્યો ઊઁઘી ગયો, કરે આહર સ્વપ્નવશ થયો.
ભક્સા કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કુખ;
તેમા અખા સઘળો સંસાર, ત્રિગુણ ભોગનો કરતો આહાર. ૧૩૦

પ્રત્યક્ષ મૂકી જુવે પરોક્ષ, કર્તવ્યનેશિર મૂકે દોષ;
સભર ભરાઇ રહ્યો ચે નાથ, હિંડતાં લાગે હરિને હાથ;
અખો કહે ફેરવવું મન, જો જાણો તો જાણો જન. ૧૩૧