પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
અખો

રિજન્ને ગ્રહ કહો શું કરે, જે ગ્રહ બાપડા પરવશ ફરે;
રવિ ભમતો ને શશિનો ખે, રાહુ તો ધડવોણો વહે;
કાણો સહૂક્ર ને લુલો શનિ, બૃહસ્પતિયે સ્ત્રી ખોઇ આપણી;
ગ્રહોનો ગ્રહ હરિ તે મુજ હૃદે, અખા દીન વચન કોણ વએ. ૨૦૧

ક પરમેશ્વર ને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જુથ;
જેમ અગ્નિ અગ્નિને સ્થાનકા રહ્યો, અને ધુંવાડો આકાશે ગયો;
અળગો ચાલ્યો તે કેમ મળે, એમ અખા સૌ અવળા વળે. ૨૦૨

જાજરો જીવ જુગત શું કરે, પ્રકૃતિ પાપિણી પૂંઠે ફરે;
જે જે સાધના સાધે સહાય, તેજ વાતના મળ બંધાય;
અખા અમર થયાનું કામ, રાખવા હીંડે સૌ કો નામ. ૨૦૩

કીધું સર્વ હરિનું થાય, મૂરખ કર્મતણા ગુણા ગાય;
નૃગ રાજા કાકોડો કર્યો, વિભીષણને શિર કરા ધર્યો;
સત્ય્પાળતો હરિશ્ચંદ્ર દુઃખી થયો, જરાસુતા વેરી તએ વૈકુંથા ગયો.
એવો અસંભાવ્ય હરિ મન વસ્યો, એમા જાણી અખો આળસ્યો. ૨૦૪

ક્રયા વિક્રયા બાબત શોભવા, સ્વામી સેવક રંગ નવનવા;
વચ્ચે લોભની વીટણ કરી, રસથી જેવ કરે આદરી;
આપા લે નિશ્ચે નારાયણ, અખા તું તે એવું જાણ. ૨૦૫

ર્માનામ તે હરિના વતાં, તું મામ પ્રથમ સકળા ક્યા હતા;
મનુ ઊપજતાં ક્ષત્રી થયા, સનકાદિકા તે યોગી રહ્યા;
જગત નોતું ત્યાં ક્યાંથી કર્મ, અખા હરિનો મોટો મર્મ. ૨૦૬

જીવા ભક્તિ કરે શ્યાવડે, સામગ્રી હરિની નીવડે;
તેનું લાવી તેને સજે, પોતાને તો મલે નહીં રજે;
જાણ્યુંઆપ સમર્યું હસ્ત, તે તો નીવડી તેની વસ્ત;
અખો જે જે કરવા ગયો, ત્યાં એમ અણબોલ્યો રહ્યો. ૨૦૭

મજી રહિયે તો સમું પડે, નહિ તો કાંઇનું કાંઇ નીવડે;
જે જે કરવું તે અહંકાર, તએ ત્યાં હરિને લાગે ભાર;
ભાર ચઢ્યો નિશ્ચે ઉતરે, એન્મા જાણિ અખો શું કરે. ૨૦૮

ધામધૂમ તે ધનનો ધગા, મોહ અહંકાર મહેલીને ગા;
માવઠે મહે વરસે ગડગડે, ફળા ના ઉઅમ્ટે ને લાગાં પડે;
રત વિના કર્ષણ ક્યાંહ્તી ફલે, એમ અખા હરિ ક્યાંથી મળે. ૨૦૯