પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
ભક્તિ અંગ


ર્મા ના સમજે ભર્મે પડ્યા, કરે અહંકાર હીંડે ઉથડ્યા;
ટીલાં ટપકાં કાઢે ખાસ, જાણ્યો મારગા પણા છે મેવાસ;
વંદે ચરન ને નંદે પિંડ, ભક્તિ નોયે અખા પાખંડ. ૨૧૦

પોતે પરતક્ષ દેવ ઉપાસ્ય, અન્ય ઉપાસ્ના માયા હાસ;
જેમ જેમ મેલ ચઢે લૂગડે, તેટૅલું ધોયે પોતા ઉઘડે;
આદરવો આતમ અભ્યાસ, અખા સંભાળે આપણ પાસ. ૨૧૧

કુબુદ્ધિ જીવ અને કપાસ, તે પીલ્યાવોણા નાવે રાશ;
તે માટે કહે ચે ભગવાન, જાણે દેહદમને આવે સાન;
ધેના ઉઘળતી ને ડેહેરો ગળે, અખા જો હરિ વળણે વળે. ૨૧૨

ચાનક અંગ

ઠ કરી નૈં ઓળખ્યા હરિ,કાચો જીવ જાશે નિસરી;
જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું;
છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો,તો ડાહ્યા થતાં ઠેકાણે થશો. ૨૧૩

મૂક મછર(મત્સર) ને પરહર માન,ચતુરાઇ સામું છે જાંન; (હાનિ);
કરકરો થયે કાળ નવ બિયે,જોરે જમ જીત્યો છે કિયે;
ગળિત થશે ઉતરશે ગાળ,અખા હરિ મળવાનો એ કાળ. ૨૧૫

ણ્યા ગણ્યા ભલે પાકે પંચ,ન્યાય ઉકેલે જાણે સંચ;
સભાપતિ થઇ બેસે મધ્ય,આતમની નવ જાણે વિધ;
અખા ક્યાંય નવ કુંવારિ ગાય,ઠાલા આવ્યા ને ભૂલા જાય. ૨૧૪

નિત્ય નિમિત્ત બે માથે પડ્યાં,જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં;
પુણ્ય ન લાગે પાડ ન થાય,પેર પડ્યાં કેમ નાખ્યાં જાય;
નિષ્કર્મ થઇ નર હરિને જાણ,તો જ અખા ટળશે તું જ તાણ્ય. ૨૧૬


ભક્તિ અંગ

લું ભૂંડું કહે પૂરવતું નથી, પેરે પેરે મે જોયું મથી;
એક પિંડઅવેરતાં બહુ, નામ રૂપ ગુણ કર્મ તેમ સહુ;
એક શરીર અવેવ તે ઘણાં, ઉત્તમ મધ્યમ ઇંદ્રિય હરિતણાં. ૨૧૭

જે ઇંદ્રિયે જે કરવા કર્યું, તેથી કામ ત્યાં એવું સર્યું;
મુખે બોલ બોલે છે બહુ, અને ગુદે બોલે તો નંદે સહુ;
કુબુદ્ધિ એ જીવા છે હરિવડે, અખા એ ઠામે જોડા નવ પડે. ૨૧૮